________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસર્ગ,
( ૧૭ ) મેળે જ તે ગ્ય કાર્ય કરી લીધું, કારણ કે પુણ્ય પ્રભાવથી પ્રાપ્ત થયેલું સ્વપ્ર પ્રાયે નિષ્ફળ થતું નથી. માટે હે ભદ્દે ? પવિત્ર બુદ્ધિમાનું આ બાલક તું અમને આપી દે, જેથી આ બાલક આચાર્ય પદ ધારણ કરી સર્વ જગત્માં જૈનધર્મનું સામ્રાજ્ય પ્રગટ કરે. હારા ઘરની અંદર રહેલો આ બાલક કોઈ ઠેકાણે પ્રખ્યાત થશે નહી અને જે તે આચાર્ય થશે તે સર્વ જગતમાં શ્રી છનશાસનની હયાતિ સુધી તેની ખ્યાતિ રહેશે. આ પ્રમાણે ગુરૂની વાણી સાંભળી ભક્તિ ભાવથી આકર્ષિત થયેલી પાહિની બેલી. ભગવદ્ ? આપનું કહેવું સત્ય છે, પરંતુ આ બાબત એ ના પિતાને તમારે કહેવી જોઈએ. પછી સૂરીશ્વરે ચાચિગ શ્રેષ્ઠી ને બહુ બધ આપીને સમજા અને હેના કુળની લક્ષ્મીના સર્વસ્વની માફક તેની પાસેથી ચંગદેવને લઈ લીધે. તેજ વડે સૂર્ય સમાન તે ચંગદેવને લઈ દેવચંદ્રસૂરિ ત્યાંથી વિહાર કરી સ્તંભતીર્થ–ખંભાત ગયા. બહસ્પતિ સમાન તે બાળકની અતિ શય બુદ્ધિ જોઈ સૂરીશ્વરે સંભાવના કરી કે આ બાલક શાસ્રરૂપી સાગરને પાર ગામી થશે. માણિક્ય રનમાં તેજસ્વિતા અને પુષ્પમાં સુગંધતાની માફક શાસ્ત્રમાં પ્રવેશ કરવાથી તે બાળકની અંદર અદ્ભુત ચતુરાઈ પોતાની મેળે જ વિલસી રહી છે. એમ વિચાર કરી દેવચંદ્રગુરૂએ જીનશાસનને પૂર્ણ રાગી અને શ્રીમાલ વંશમાં જન્મેલા ઉદયન નામે મંત્રીને પોતાની પાસે બોલાવી કહ્યું કે મંત્રિન ? ચાચિગષ્ટીનો આ પુત્ર છે એનું નામ ચંગદેવ છે અને તે દીક્ષા ગ્રહણ કરવામાં બહુ ઉત્સાહ ધરાવે છે, એની બુદ્ધિ બહુ સ્થિર છે તેથી તે દીક્ષા લઈ જીનશાસનને ઉદ્યોત કરનાર થશે. માટે એનો દીક્ષા મહોત્સવ ત્યારે કરવાનો છે, એ વાત પોતાને હિતકર જાણે શુભકાર્યમાં ઉત્કંઠાવાળે તે
For Private And Personal Use Only