________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ )
શ્રી કુમારપાળચરિત્ર, થયે અને તે ચિંતામણી તેણીએ ગુરૂ મહારાજને અર્પણ કર્યો, પછી તત્કાળ તે જાગી ઉઠી. બાદ પોતાના ગુરૂ દેવચંદ્રસૂરિ પાસે તે ગઈ, વંદન કરી સ્વનું ફલ તેણુએ પૂછયું, દેવચંદ્રસૂરિ બાલ્યા–ભદ્રે? સર્વત્ર ઉત્તમ સ્થિતિવાળો એક પુત્ર તારે થશે. સ્વમમાં પ્રાપ્ત થયેલ જે ચિંતામણિ હું ગુરૂ મહારાજને આપે તેથી હું જાણું છું કે ત્યારે પુત્ર આચાર્ય થઈને જેન શાસનને મહિમા ફેલાવશે. એ પ્રમાણે અમૃત સમાન મનહર ગુરૂની વાણું સાંભળી પાહિની શેઠાણીએ ગુરૂ મહારાજ ? આપની વાણું સત્ય થાઓ એમ કહીને શકુન ગ્રંથી બાંધી પોતાના સ્થાનમાં આવી. તેજ રાત્રિએ તેની કુક્ષિમાં એક પુણ્યશાળી જીવ સરોવરમાં રાજહંસ જેમ અવતર્યો. અનુક્રમે ગર્ભનો સમય પૂર્ણ થયે એટલે તેણીએ સર્વ લેકને ઈષ્ટ એવા કલ્પવૃક્ષને મેરૂગિરિની ભૂમિ જેમ ઉત્તમ પુત્રને જન્મ આપે. તે સમયે આકાશવાણું થઈ કે આ પુત્ર તત્ત્વને જાણકાર થશે અને જીનેશ્વરભગવાનની માફક તે જૈનધર્મનું સ્થાપન કરનાર મુખ્ય આચાર્ય થશે. ત્યાર બાદ પિતાના વૈભવ પ્રમાણે ચાચિગ શ્રેષ્ઠીએ પુત્રનો જન્મોત્સવ કરીને ચંગદેવ એ પ્રમાણે તેનું નામ પાડયું. પુત્રની ઉમર બહુ નાની હતી છતાં તેની બુદ્ધિ અગાધ હતી. જેથી સર્વ લેકમાં તેને અતિશય મહિમા બહુ પ્રસરી ગયા; ઉદય પામતા સૂર્યની અભુત કાંતિ વિશ્વાતિશાયી શું નથી હોતી? એક દિવસ મઢ ચિત્યમાં દેવચંદ્ર આચાર્ય પધાર્યા હતા, તે સમયે ચંગદેવને સાથે લઈ પાહિની ત્યાં દર્શનાર્થે આવી. ગુરૂમહારાજ ચિત્યની, પ્રદક્ષિણા કરી દેવવંદન કરે છે તેટલામાં બાલપણાને લીધે ચંગદેવ ગુરૂના આસન ઉપર બેસી ગયા. તે જોઈ સૂરિએ તેની માતાને કહ્યું-ભદ્દે ? આ વાત ૯ને સાંભરે છે? કે સ્વમમાં ચિંતા મણિ લઈને હું ગુરૂને આપે. હાલમાં આ હારા પુત્રે પિતાની
For Private And Personal Use Only