________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ )
શ્રીકુમારપાળચરિત્ર. છે, તો તે સાત ભૂમિમાંથી આવા પાપ કરનારા અમે કઈ ભૂમિમાં ઉત્પન્ન થઈશું ? વળી જે મનુષ્ય સમસ્ત આરંભને ત્યાગ કરી અને ભગવાને કહેલા દીક્ષા વ્રતને ગ્રહણ કરી પાપ રહિત જીવન ગાળે છે તેઓને ધન્યવાદ ઘટે છે અને વિવેકી પણ તેઓજ છે. એ પ્રમાણે વિચાર કરી યશભદ્ર ડોકમાં હાર પહેરી જેન ધમી પોતાના મંત્રીને સાથે લઈ ડિટ્ટાણુક ગામમાં વિરાજમાન થયેલા પોતાના ગુરૂની પાસે ગયે. ત્યાં ગુરૂ મહારાજને વંદન કરી પોતાના પાપનું તેણે નિવેદન કર્યું અને આંખમાંથી અશ્રુ વરસાવતો તે બે, હે સૂરીશ્વર? મધુક્ત પાપનું પ્રાયશ્ચિત્ત મને આપે, જેથી મહારો ઉદ્ધાર થાય. તે સાંભળી ખુલ્લી રીતે સૂરિ એ કહ્યું હે નરેશ ? હવે તું સાવધાન થઈ સાંભળ, સર્વ પાપની અપેક્ષાએ પ્રાણુને વધ કરે તે વ્હોટું પાપ ગણાય છે. તેમાં પણ જે પંચૅક્રિયને વધ કરવો તે અધિક પાપ છે. કારણ કે જે પંચેંદ્રિયના વધથી પર્વતના શિખર પરથી પડેલા પાષાણની માફક પ્રાણી અધોગતિને પામે છે. માટે આ પાપથી છુટવા માટે તારે ચારિત્રધર્મ પાળવો પડશે, તે શિવાય હારી મુક્તિ થવાની નથી. અમૃતપાનને ત્યાગ કરી વિષભક્ષણથી મનુષ્ય જીવિ શકે ખરો ? એ પ્રમાણે ગુરૂ મહારાજનું વચન સાંભળી યશોભદ્ર વૈરાગ્ય પાયે અને પિતાના અમૂલ્ય હારથી એક જીનમંદિર બંધાવીને શ્રીદત્ત ગુરૂની પાસે દીક્ષા ગ્રહણ કરી. બાદ તે યશોભદ્ર મુનિએ તેજ દિવસે ગુરૂની આગળ છ વિકૃતિવિગાઈને ત્યાગ કર્યો અને દેહાંત સુધી એકાંતર ઉપવાસને અભિગ્રહ લીધે. વળી તે મુનીશ્વર સર્વ સિદ્ધાન્તને અભ્યાસ કરવા લાગ્યા, અને દુશ્મર તપશ્ચર્યા કરવા લાગ્યા. અનુક્રમે ગીતાર્થ થયા બાદ ગ્યતા જાણ સૂરીશ્વરે તેમને પોતાની પદવી આપી–સૂરિપદ આપ્યું. યશેભદ્રસૂરીંદ્ર અજ્ઞાનરૂપી અંધકા
For Private And Personal Use Only