________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
શ્રીકુમારપાળચરિત્ર,
વૃક્ષની માફક પૂર્ણ કર્યો છે અને હવે તું કૃપણુતાનુ શરણ લે છે, એથી તું કેમ લજજા પામતી નથી ? અચેતન એવા કલ્પવૃક્ષાદિ પણ ઇષ્ટ વસ્તુ આપે છે તે હું સચેતને ? તું ખેાલ મ્હારા મનેરથ કેમ પૂણૅ કરતી નથી ? માટે હે દેવી ? કૃપા કરી ઉત્તમ પ્રકારનુ એક ચિંતામણિરત્ન આપ. જે રત્નના પ્રભાવથી કુબેરના સરખા હું વૈભવશાળી થાઉ જો હુને આ વખતે તું રત્ન નહીં આપે તે અવશ્ય મ્હારૂ મરણુ તુ જોઇ લે. એમ કહી તરત જ તે વિષ્ણુશર્માએ ચકચકાટ ધારાવાળી તરવાર લઈ કુષ્માંડ-કાળાની માફ્ક પેાતાનુ મસ્તક છેદવાની તૈયારી કરી. તેટલામાં ત્હના અપૂર્વ સાહસથી એકદમ તે દેવી પ્રસન્ન થઇ અને સાક્ષાત્ પેાતાના પુણ્યની માફક દેવીએ તેને એક દિવ્યમણિ આખ્યા. પછી તે દેવી જળના રેલાની માફક અદૃશ્ય થઇ ગઇ. વિષ્ણુશર્માએ પણ પેાતાનુ ં કાર્ય સિદ્ધ થયુ' એટલે ત્યાંથી ઘેર જવાની તૈયારી કરી. વહાણુમાં બેસી બહુ ઝડપથી સમુદ્રમાગે તે ચાલવા લાગ્યા. સમુદ્રમાં ચાલતાં રાત્રી પડી એટલે અંધકારથી ઘેરાયેલેા નાવિકલેાકાને મા પ્રગટ કરાવાને જેમ પૂર્ણિમાને ચંદ્ર ઉદિત થયા. સમુદ્ર પેાતાના પુત્ર ચંદ્રને જોઇ તેને આલિંગન કરવાની ઇચ્છાવાળા હાયને શું ? તેમ પેાતાના હસ્તની માક ચંચળ તર ંગાને ઉંચે પ્રસારવા લાગ્યા. વિશેષ કાંતિમય ચંદ્રને જોઇ વિષ્ણુશર્માએ જાણ્યું કે આ મ્હારા મણિ તે નહીં હાય ? એમ ધારી તેણે તે મણિને જોવા માટે પોતાના હાથમાં લીધે અને તે મણિ તથા ચંદ્રબિ અને વારંવાર જોતા હતા તેવામાં તેના હાથ વહાણુની મહાર હાવાથી તે મણિ સમુદ્રમાં પડી ગયા. પેાતાના છવતની માફ્ક તે ચિંતામણી પડી જવાથી તે બ્રાહ્મણ તત્કાળ મૂતિ થઇ ગયા. એમાં કઇ આશ્ચર્ય નથી. કેટલીક વાર પછી તે કઇક શુદ્ધિમાં આન્યા એટલે પેાતાની મૂઢતાને વારંવાર ધિક્કારવા લાગ્યા અને
For Private And Personal Use Only