________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ )
શ્રીકુમારપાળચરિત્ર. વર્તે છે અને પિતાની સ્ત્રી પણ સ્નેહ રાખતી નથી એવી નિધનતાને સર્વથા ધિક્કાર છે.”
મૃત્યુ અને નિર્ધનતા એ બન્નેમાં મૃત્યુ કંઈક સારું ગણાય છે, પણ દરિદ્રતા તે સર્વથાનેષ્ટ છે. કારણ કે મૃત્યુથી થોડું દુઃખ થાય છે અને નિર્ધનતાથી દરેક સમયે બહુ દુઃખ થાય છે. માટે દેશાંતરમાં જઈ ઘણું ધન મેળવી અહીં હું આવું, એમ વિચાર કરી વિશાળ બુદ્ધિમાન તે વિષ્ણુશર્મા એકલો પિતાના ઘેરથી નીકળે. ચાલતાં ચાલતાં ઘણા દેશ તથા સમુદ્રો ઉલ્લંઘન કરતા, તેમજ પિતાની સર્વ કલાઓની અજમાશ કરી, દાની જનેને મેળાપ પણ સારી રીતે સિદ્ધ કર્યો, પરંતુ કેઈપણ રીતે તેને જોઈતી લક્ષમી મળી નહીં. કારણ કે દેશાંતરમાં પણ પૂર્વોપાર્જીત કર્મની સ્થિતિ બદલાતી નથી.
ધનની ઈચ્છાથી કેઈ માણસ વેપાર કરે, રાજાને આશ્રય કરે, સ્વર્ગ લોકમાં પ્રવેશ કરે, પાતાલમાં પ્રયાણ કરે, ધનપતિકુબેરની સેવા કરે, કિંવા દરેક શાસ્ત્રનો અભ્યાસ કરે, તપશ્ચર્યા કરે અને સર્વ કલાઓ શિખે પરંતુ કેઈપણ સમયે પ્રાચીન કર્મ અન્યથા થતું નથી.”
ત્યારબાદ બહુ દુઃખી થયેલા તે વિષ્ણુશર્માને કઈક હોંશીયાર એક વૃદ્ધ બ્રાહ્મણ મળે તેની આગળ તેણે પોતાની દુર્દશા કહી, ને તેને દ્રવ્ય મેળવવાનો ઉપાય પૂ. વૃદ્ધ બ્રાહ્મણ બોલ્ય-સમુદ્રની અંદર એક રત્નદ્વીપ છે તેમાં રત્નખીણ ની અધિષ્ઠાત્રી દેવી રહે છે, તેનું આરાધન કરવાથી તે દેવી પ્રસન્ન થઈ ભાગ્ય પ્રમાણે રત્ન આપે છે. મંદ ભાગી પુરૂષ પણ તે દેવીએ આપેલા દીવ્યરત્નના પ્રભાવથી ઉત્તમ પ્રકારના વૈભવ મેળવી રાજા મહારાજાની માફક હમેશાં આનંદ ભેગવે છે. આ પ્રમાણે વૃદ્ધ બ્રાહ્મણના ઉપદેશથી વિષ્ણુ
For Private And Personal Use Only