________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ )
શ્રીકુમારપાળચરિત્ર. પ્રાણિઓને મનોરથરૂપી વૃક્ષ લાંબી મુદત ટકી શકતો નથી. જે મૂઢપ્રાણું દુર્લભ એવો મનુષ્યભવ પ્રાપ્ત કરી ધર્મને આરાધતો નથી તે મનુષ્ય વિપ્રની માફક મહાકષ્ટથી પ્રાપ્ત થયેલા ચિંતામણિ રત્નને સમુદ્રમાં ખરેખર પાડી નાખે છે. નિર્ધનતાને દેશવટો આપનાર લમીનું મૂલસ્થાન અને
ગોદાવરી નદીના કાંઠાને સંપૂર્ણ દીપાવનાર વિષ્ણુશર્મા. પ્રતિષ્ઠાનપુર નામે એક નગર છે, જેની અંદર
શ્રી મુનિસુવ્રત સ્વામીનું મંદિર છે, અપૂર્વ શોભા યુક્ત તે મંદિર ભવસાગરમાં ડુબતા એવા ભવ્યાત્માએને વહાણની માફક સહાય કરે છે. તેજ નગરમાં વેદપાઠી વિષ્ણુશમનામે એક બ્રાહ્મણ રહેતું હતું, ચંદ્રની ભાર્યા રોહિણી
જેમ શીલવતી નામે તેની સ્ત્રી હતી. સર્વ કલાઓમાં તે વિપ્ર બહુ નિપુણ હતા છતાં પણ તેના પ્રાચીન કર્મના દોષથી લક્ષ્મીદેવી, દરિદ્રિીને સ્ત્રી જેમ સન્મુખ થતી નહોતી, લક્ષમી અને સરસ્વતી દેવીને પરસ્પર વૈર છે એ લેકવાણું ખરેખર સત્ય છે. અન્યથા લક્ષ્મીદેવી સરસ્વતીના ઉપાસક લોકોને શા માટે તજે? વારાંગનાની માફક દુષ્ટ આશયવાળી આ લક્ષમીદેવી પ્રાયે કુલ રૂપ, ગુણ કે વિદ્યાથી રકત થતી નથી. હવે નિધન અવસ્થામાં બન્ને સ્ત્રી-પુરૂષ પોતાનું ગુજરાન ચલાવતાં હતાં. એમ કરતાં અનુક્રમે મૂર્તિમાન ચિંતા લતા કિંવા સાક્ષાત્ વિપત્તિઓની મૂર્સિસમાન તે દરિદ્રીને ત્યાં ઘણી પુત્રીઓ જન્મી. એક તરફ નિર્ધનતા અને બીજી તરફ બહુ પુત્રીઓની ચિંતાથી પીડાયેલી શીલવતીએ એક દિવસ દિનમુખથી પોતાના સ્વામીને કહેવા લાગી કે હે પ્રાણપતે ? પ્રથમ તો આપણે બન્ને જ હતાં, તેથી જેમ તેમ દાણુ માગીને પણ આપણે નિવાહ થતા હતા. હવે તે બહુ કન્યાઓ થઈ છે, થોડા સમયમાં તેમને પરણાવવી પડશે, તેને કંઈ તમે વિચાર કરો છે? ધનવિના તમે શું કરશે? ધન વિનાના માણસેમાં ગૃહ
For Private And Personal Use Only