________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ચંદ્રગચ્છ,
પ્રથમસ.
( ૭ )
દિશાઓમાં વ્યાપી રહ્યો છે. જેની વજી નામે શાખા છે, તેમાં ગુચ્છની માફક ચંદ્રગચ્છ શાલે છે. તે ચદ્રગચ્છમાં વાદી જનાને ત્રાસ આપતા, પોતાના દાસની માફક કામને ધિક્કારતા, અને વિશુદ્ધ ચારિત્રવડે પરિપૂર્ણ એવા શ્રીદત્તસુરીશ્વર હતા. જેમના વચનવિલાસ દ્રાક્ષા સમાન સુકેામળ હતા, આર્ટ્ઝ માત્ર એ હતું કે તેવી સુકેામલ છતાં પણ તે વાણી સજનાના દુર્ભેદ્ય મેહાદ્રિને પણ ભેદતી હતી. ભવ્ય પ્રાણીરૂપ કમલેાને પ્રફુલ કરવામાં સૂર્ય સમાન તે શ્રીદત્તસૂરિ અન્યદા વિહાર કરતા કરતા વાગડ દેશમાં સવ સમૃદ્ધિથી ભરપુર એવા વટપદ્ર નામે નગરમાં ગયા. ત્યાં સજ્જનાને સુખદાયક ચોાભદ્ર નામે રાજા રાજ્ય કરે છે, જેના પાસમાં હમ્મેશાં અનેક રાજાએ વિરાજમાન હૈાય છે. તે યશેાભદ્ર રાજાના મહેલની પાસે દ્વેષ રહિત એક ઉપાશ્રયમાં નિવાસ કરી શ્રીદત્તસૂરિ ભવ્યજનાને ધર્મોપદેશ આપતા હતા. તે વાત યશેાભદ્ર રાજાના જાણવામાં આવી અને તેણે જાણ્યુ કે સાક્ષાત પુણ્યમૂત્તિસૂરીશ્વર પધાર્યા છે, એમ સમજી તે ત્યાં ગયે અને ગુરૂમહારાજને વંદન કરી યાગ્ય સ્થાને બેઠા. આ રાજા મેપિદેશને લાયક છે એમ માની શ્રીદત્તસૂરિએ સર્વ શાકને દૂર કરનાર શ્રીજીને દ્ર ભગવાને પ્રરૂપેલા ધર્મપદેશના પ્રારંભ કર્યો-ડે ભવ્યાત્માએ ! નરક સ્થાનમાં પડતા પ્રાણિઓને અપાર સમુદ્રમાં તરવાને વહાણુની માફ્ક ધર્મ એજ આશ્રય છે. સંસારમાં પરિભ્રમણુ કરતા પ્રાણીઓના માતા, પિતા, બંધુ, સ્વામી, મિત્ર અને અંગરક્ષક–સેવક પણ ધમ કહ્યો છે. અતિ ખેદ્ય જનક છે કે જેઓ ધર્મ કર્યાં સિવાય રાજ્યાક્રિક સંપત્તિઓની આશા રાખે છે, તેએ વૃક્ષને નિર્મૂલ કરી લ ખાવાની કલ્પના કરે છે. જ્યાં સુધી પ્રમળ પુણ્યરૂપી વર્ષા ઋતુના મેઘ વૃષ્ટિ કરતા નથી ત્યાંસુધી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only