________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬)
શ્રીકુમારપાળચરિત્ર પ્રિય હતે. ભકિતથી ઉલ્લસિત છે હદય જેનું એવા તે દેવપ્રસાદને જીવિકા માટે કર્ણરાજાએ પ્રસન્ન થઈ મૂર્તિમાન પોતાના પ્રસાદની માફક દધિસ્થલીનું રાજ્ય આપ્યું. ત્યાંના વહિવટકર્તા દેવપ્રસાદને એક પુત્ર થયે, જેનું નામ ત્રિભુવનપાલ હતું. વળી તે બહુ વિનયી હતે, શત્રુઓ તેને કાળ સમાન દેખતા હતા. કર્ણરાજાને મયણલા નામે રાણી હતી, જેની કુક્ષિરૂપ શુક્તિકા (છીપ)માંથી મોકિતક સમાન જયસિંહ નામે પુત્ર થયે તે બહુ ન્યાય માર્ગને પ્રવર્તક રાજા થયે, વળી જે જયસિંહ રાજાએ બાર વર્ષ સુધી પ્રચંડ સૈન્યના સમુદાય વડે યુદ્ધ કરી પોતાના પટ્ટહાથીવડે નગરનું પૂર્વદ્વાર તેડીને ધારા નગરી છિન્નભિન્ન કરી નાખી. પશ્ચાત્ તેણે નરવર્મા રાજાને બાંધી તેના પાદાગની ચામડીથી બનાવેલા કોશ (મીયાન) માં પિતાનો ખ બંધ કરી પોતે કરેલી દરેક પ્રતિજ્ઞાઓ પૂર્ણ કરી હતી. તેમજ તેણે મહાબક નગરના અધિપતિ મદનવર્મા નામે રાજાને પરાજય કરી તેની પાસેથી છનું કરાડ સેનૈયા તેના માનની માફક ગ્રહણ કર્યા હતા. તેમજ જે જયસિંહ રાજાએ શ્રીપત્તન (પાટણ) માં ઉછળતા જળ તરંગેની લીલાઓ વડે આકાશને સ્પર્શ કરતું સાક્ષાત્ પૂર્ણિમાના ચંદ્રમંડળ સમાન એક મનોહર તળાવ બંધાવ્યું હતું. તેના કીનારે કૈલાસગિરિની માફક મનહર, પવનથી ઉડતી પતાકાઓથી સુશોભિત, મૂર્તિમાન પિતાના યશનીમાફક કીર્તિસ્તંભ સ્થાપન કર્યો હતો. જેણે ભુજબળવડે બર્બરક નામે દુષ્ટ સુરને પરાજીત કરી સિદ્ધચક્રવર્તી એવું નામ ઉપાર્જીત કર્યું અને તે નામ સર્વ જનમાં માન્ય હતું. વત્સલતારૂપ કુલ્યા (નીકે) વડે સિંચન કરતે, ભયંકર ઉપદ્રવને નિવારતો તે જયસિંહ રાજા આરામિક (માળી) બગિચાને જેમ પૃથ્વીનું પાલન કરે છે.
હવે શ્રીકેટીકગણ રૂપી એક વૃક્ષ છે. જેને વિસ્તાર દરેક
For Private And Personal Use Only