________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસર્ગ.
સ્વાધીન વૃત્તિવાળી લક્ષ્મીની માફક જગમાં એક વીરપુરૂષને પ્રગટ કરનારી લીલા નામે ગુજરાધિપતિ સામંતસિંહ રાજાની બેનને પરણ્યા હતા. તેમનો પુત્ર શ્રી મૂલરાજ નામે પ્રસિદ્ધ અને સંપૂર્ણ લક્ષ્મીવાન થયે, વળી તેને જન્મ અનિજ હેવાને લીધે સજજનોને ચમત્કાર જનક થયો. જે મૂળરાજ નૃપતિએ બહુ પરાક્રમી સામતસિંહ નામે પોતાના મામાને શક્તિવડે હણુને ગુજરદેશનું રાજ્ય મેળવ્યું, તેમજ તેણે સોમનાથના પ્રભાવથી રણભૂમિમાં કટીબદ્ધ થઈ વિજય મેળવનાર લક્ષ નામે રાજાને નિમૅલ કર્યો હતે. ત્યારપછી ચામુંડ નામે રાજા થયે, ચામુંડાદેવીના વરદાનથી ઉદ્ધત બની જેણે ગજેદ્રની માફક મદોન્મત્ત થયેલા સિંધુરાજ નામે રાજાને રણસંગ્રામમાં માર્યો હતો. તેને પુત્ર વલ્લભરાજ નામે રાજા થયો, જેના પ્રતાપગ્નિથી બહુ તપી ગયેલો અવંતીદેશને અધિપતિ મુંજરાજા ધારાયંત્રમાં પણ શાંતિ પામ્યું નહી. ત્યારબાદ તેની ગાદીએ ન્યાયરૂપી બગીચાને પ્રફુલ્લ કરવામાં મેઘ સમાન દલભરાજ નામે રાજા થયે, જેણે લાટ દેશના રાજાને પરાજય કરી પૃથ્વી સહિત તેની સંપત્તિ પિતાને સ્વા. ધન કરી. તેને પુત્ર ભીમદેવ નામે રાજ્યાધિપતિ થયે, જેના મહિમારૂપી હિમનું આગમન થયે છતે ભેજરાજા કમળની માફક ગ્લાની પાપે હતું, તે છે. ભીમદેવને બે સ્ત્રીઓ હતી. બન્નેને એકેક પુત્ર હતા, હાટાનું નામ ક્ષેમરાજ અને નાનાનું નામ કર્ણરાજ હતું. વળી તે કર્ણરાજા પરાક્રમમાં કર્ણ સમાન હિતે, પોતાના પિતાએ દશરથ રાજાની પેઠે તેની માતાને પ્રથમ વચન આપેલું હતું, જેથી ક્ષેમરાજે પોતાના લઘુ બંધુ કર્ણ રાજને રાજ્યપદ આપ્યું. ક્ષેમરાજને પુત્ર દેવપ્રસાદ નામે મહાન ઉદયથી વિરાજમાન અને દેવતાની માફક સેવક જનને બહુ
For Private And Personal Use Only