________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪)
શ્રીકુમારપાળચરિત્ર. તેના નામથી વિશ્વવિખ્યાત, નરરત્નના આકર-જન્મસ્થાન અને અનેક વિબુધની શ્રેણથી વિરાજમાન ચૌલુક્ય એ પ્રમાણે પ્રસિદ્ધ વંશ થયે. તેના વંશમાં એક બીજાની ઈષ્યોથી પ્રવૃત્ત થતા ધર્મ અર્થ અને કામના સંસર્ગથી મનહર વૈભવવાળા તેમજ જગતમાં વખાણવા લાયક પરાક્રમવાળા ઘણુ રાજાઓ થયા. ત્યારપછી તેમાં અનુક્રમે શ્રી વિકમસિંહ નામે રાજા થયે, જેણે મહેશ્વર-શંકર થકી સુવર્ણસિદ્ધિ મેળવીને અનેક દાનેથી ભૂમંડળને જાણ–દેવા રહિત કરી સમુદ્ર પર્યત પોતાને સંવત્સર પ્રવર્તાવ્યો હતો. તેને પુત્ર હરિવિકમ નામે વીરપુરૂષમાં ચૂડામણિ સમાન મહાપરાક્રમી થયા, જેણે પોતાની કીર્તિરૂપ કેતકકેવડાના સુગંધવડે દિશાઓને સુગંધિત કરી હતી. તે પ્રભાવિક રાજાથી અનુક્રમે વિસ્મયકારક પ્રભાવવાળા પંચાશી રાજાઓ વિરાજમાન થયા. જેમના પ્રતાપરૂપ અગ્નિને બહુ પરાક્રમી શક કર્તા રાજાઓ પણ સહન કરી શક્યા નહી. તેના વંશમાં ખરદૂષણ-નામે રાક્ષસ=કઠિન દૂષણને ઉછેદ કરનાર અને ન્યાયને એક નિવાસ સ્થાન રામના સરખે રામરાજા થયે. ત્યારબાદ સહજામ નામે રાજા થયે, જે ભૂપતિ પિતાના પરાક્રમવડે ત્રણ લાખ ઘોડાને અધિપતિ એક શકપતિ રાજાને પરિ–પાયદળની માફક હણીને આખી દુનીયામાં સુભટ તરીકે વિખ્યાત થયે. તેનો પુત્ર શ્રી દડક નામે લક્ષમીવડે કુબેરસમાન દીપતો હતો, જેણે પિપાસ નામે મંડલેશ્વરરાજાને સિંહ હાથીને જેમ જીન્યો હતો. ત્યારબાદ તેની રાજ્યગાદીએ કાંચિકળ્યાલ નામે રાજા થયે, જેના દાનવડે યાચક પણ કલ્પવૃક્ષની માફક દાન આપવામાં પ્રવીણ થયા. ત્યારબાદ અનેક સંગ્રામમાં વિજય મેળવનાર રાજી નામે રાજા ચકવત સમાન પ્રખ્યાત થયે, વળી સદાચારથી પવિત્ર જે રાજ શ્રી સેમિનાથના વચનથી દેવનગર-પ્રભાસમાં યાત્રા કરી
For Private And Personal Use Only