________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છઠ્ઠા ધોરણ સુધી અભ્યાસ કર્યો ત્યારે હેમની ઉમર માત્ર તેર વર્ષની જ હતી. તેરમા વર્ષમાં જ ભાઈ શાંતિલાલના કાકા શ્રી રમણભાઈ તથા કાકી શ્રી સુશીલાબાઈ પેરીસ ગયાં. તેમની સાથે ભાઈ શાંતિલાલ પણ પિરીસ સિધાવ્યા, પેરીસ જેવા વૈભવશાલી શહેરમાં પણ ભાઈ શાંતિલાલ જૈનધર્મને એક ઘડી પણ ભૂલતા નહિ. મુંબઈમાં જે પ્રકારના આહાર વિહાર હતા. તે પ્રમાણે જ પેરીસમાં હતા. આહાર વિહારમાં કશેયે ભેદ ભાવ પડ્યો ન હતો. ધર્મ કેમ સચવાય તે તરફ વિશેષ લક્ષ હતું. પરીસિમાં ત્રણ વરસ સુધી ફ્રેંચ ભાષાને અભ્યાસ કર્યો અને તે ભાષા ઉપર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો, કૅચમેન જેવી રીતે ફેંચ ભાષા લખે છે.
લે છે અને વાંચે છે તેવી જ રીતે જાણે કે કેમ એક કેચમેન ન હોય તેવી રીતે ફેંચભાષામાં લખતા, બેલતા અને વાંચતા હતા, ભાઈ શાંતિલાલને સ્વભાવ ધણી જ મળતાવડા હતા. હિંદુસ્થાનમાંથી જે કોઈ નેહી સંબંધી પેરીસ જતું હતું તેને ભાઈ શાંતિલાલ તરતજ મળતા હતા. અને તેમની દરેક પ્રકારની સગવડતા સાચવતા હતા, જેનધર્મ પ્રત્યેની અસાધારણ શ્રદ્ધાના બલવડે ભાઈ શાંતિલાલમાં અપૂર્વ સહન શક્તિ ખીલવા પામી હતી. મોટા મહાટા મહાત્માઓમાં જે પ્રકારની સહન શકિત હોય છે તેવી સહન શકિત ભાઈ શાંતિલાલમાં હતી; કોધને જીતનાર પરમ પદને પામે છે. ભાઈ શાંતિલાલે ક્રોધને જીત્યો હતે, પ્રાણી માત્રને સુખ અને સંતોષ પમાડ એ મહાપુરૂષોનો સ્વભાવ હોય છે. ભાઈ શાંતિલાલ દરેક તરફ સુખ અને સતિષ ઉપજે તેવું વર્તન સ્વાભાવિક રીતે રાખતા હતા, બહુજ અલ્પ અને સંપૂર્ણ સત્ય બોલવું એ એમના જીવનનો મુદ્રાલેખ હતો, ભાઈ શાંતિલાલ પેરીસમાં ત્રણ વરસ રહ્યા ત્યાં મુંબઈથી શ્રી ચીમનભાઈ કુટુંબ સાથે પેરીસ ગયા. કુટુંબનાં સઘળાં બાળ બચ્ચાંઓની સંભાળ ભાઈ શાંતિલાલ ઘણી જ કાળજીથી રાખતા હતા તેથી તે વખતનાં તમામ બાળ બચ્ચાંઓ ઉપર ભાઈ શાંતિલાલના પવિત્ર અને ઉચ્ચતર જીવને અજબ અસર કરી છે. અભ્યાસ કરીને એક ફ્રેંચમેન જેવા કુશળ બની ગયા પછી ધંધામાં જોડાવાની સંપૂર્ણ લાયકાત આવી ગઈ. દરમીયાન સર્વભક્ષી કાળને ઝપાટો ભાઈ શાંતિલાલ તરફ ધસાર કરવા લાગ્યો. ઉધરસ અને સહેજ સાજ તાવ શરૂ થયો. ભાઈ શાંતિલાલે તે તરફ લક્ષ નહિ આપતાં અભ્યાસજ શરૂ રાખ્યો.
For Private And Personal Use Only