________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાતિઓ તે હતી જ. એસવાળ વણિક જ્ઞાતિને ઈતિહાસ ઘણો જૂનો છે. શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીના નિર્વાણ પછી સિત્તેર વર્ષથી એને ઇતિહાસ ઉપલબ્ધ થાય છે. મારવાડમાં જોધપુર શહેર હાલમાં જે રથળે છે, તે સ્થળની નજીકમાં અસલના વારામાં એસીયા નગરી હતી. શ્રી મહાવીર નિર્વાણ પછી સિત્તેર વર્ષે એસીયા નગરીમાં ઉત્પલદેવ નામને ક્ષત્રિય રાજા રાજ્ય કરતો હતો. જેનધર્મના મહાન આચાર્ય ભગવાન રત્નપ્રભસૂરિએ ઉપદેશ આપે અને ઉત્પલદેવ રાજાએ જૈન ધર્મને સ્વીકાર કર્યો. ઉત્પલદેવની સાથેજ ક્ષત્રિયાનાં બીજાં હજારો કુટુંબાએ જેનધર્મ સ્વીકાર્યો. જેનધર્મ પામેલા ક્ષત્રિય કુટુંબમાં શિકાર કરે, મદ્યપાન કરવું, વગેરે પાપવૃત્તિ પ્રવેશ ન પામે તેટલા માટે તેવાં ક્ષત્રિય કુટુંબોની એક જુદી જ જ્ઞાતિ સ્થાપવામાં આવી. આ જ્ઞાતિનું નામ એસીયા નગરી ઉપરથી એસજ્ઞાતિ કે ઓસવાળ જ્ઞાતિ આપવામાં આવ્યું. શ્રી રત્નપ્રભસૂરિ પછી અનેક આચાર્યોએ ક્ષત્રિયવંશના કુટુંબોને જૈનધર્મમાં લાવવાના પ્રયત્ન કર્યો અને સેંકડે ક્ષત્રિય કબે જેનધર્મમાં ભળ્યાં. એ સઘળાં કુટુંબોને ઓસવાળ જ્ઞાતિ સાથે ભેળવી દીધા. આવી શુભ પ્રવૃત્તિ વિક્રમના સત્તરમા સૈકા સુધી ચાલી હતી; હાલમાં પ્રમાદવશાત આવી પ્રવૃતિઓ તદ્દન બંધ પડી છે. વચલા યુગમાં એટલે વિક્રમની બારમી સદીમાં ખરતર ગચ્છમાં પ્રબલ પ્રતાપી શ્રી જીનદત્તસૂરિ થયા. એમણે હજારે ક્ષત્રિયોને જૈન ધર્મમાં સ્થાપિત કીધા હતા, આજે પણ સવાલ જ્ઞાતિ મહોટે ભાગે મારવાડ મેવાડ અને માળવામાં જોવામાં આવે છે. વિક્રમની સોળમી સદીના અંતમાં ગુજરાતને વહેપાર ઘણે ખીલવા પામ્યો હતો, લેકે ગુજરાતમાં વસવાટ કરવા લાગ્યા હતા. એ તકનો લાભ લઈને ઓસવાળ લોકે મારવાડમાંથી ગુજરાતમાં આવીને વસ્યા. વિક્રમની અઢારમી સદીમાં એસવાળ જ્ઞાતિના આગેવાન અને જૈનધર્મના ભૂષણરૂપ શેઠ શાંતિદાસ વિગેરે અમદાવાદમાં આવ્યા શેઠ શાંતિદાસની જૈનધર્મ પ્રત્યેની તીર્થ સંરક્ષણ વગેરે મહાન સેવાઓ ઇતિહાસ મશહુર છે. અમદાવાદમાં ઓસવાળ જ્ઞાતીય શેઠ હેમચંદ માણેકચંદનું કુટુંબ ઘણું પ્રખ્યાત છે, એમની વંશપરંપરાથી ચાલતી આવેલી જેનધર્મ પ્રત્યેની પવિત્ર લાગણીઓ સમગ્ર
For Private And Personal Use Only