________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નામાભિધાન મોટે ભાગે ભૂલાઈ ગયાં છે. પ્રાચીનકાળમાં ઋષિ મહર્ષિએના નામ ઉપરથી ગેત્રનાં નામ રચાયાં હતાં. શ્રી આચારાંગાદિ સૂત્રો ઉપરથી માલુમ પડે છે કે પ્રાચીનકાળે કેાઈનું કાશ્યપગોત્ર, કોઈનું વસિષ્ઠ ગોત્ર, કાષ્ટનું અગ્નિવૈશ્યાયન ગોત્ર, કોઈનું ભારદ્વાજ ગોત્ર, એવાં એવાં ગાત્રો હતાં. છેલ્લા તીર્થકર શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીના નિર્વાણ પછી પાંચસેક વર્ષ સુધી તે લેકને પિતાનાં ગોત્ર યાદ હતાં પણું ત્યારપછીથી લેકે પોતાનાં ગોત્ર ભૂલવા લાગ્યા. મહારાજા વિક્રમ અને મહારાજા ભોજના સમય પછી ભારતવર્ષમાં અંધાધુધી અને અજ્ઞાનતા ફેલાયાં. ધીમે ધીમે મુસલમાનકામે હિંદમાં પ્રવેશ કર્યો અને અશાંતિ ફેલાવી. આ બધું ઘણા સૈકા ચાલ્યું. એનું પરિણામ એ આવ્યું કે ઘણું જેનભાઈઓ આજે પોતાનું કયા ઋષિ મહર્ષિનું ગોત્ર છે એ વાત સમૂળી ભૂલી ગયા છે. હવે તે માત્ર લગ્ન પ્રસંગે મોટે ભાટે ગોત્ર દેવતાની સ્થાપના કરવામાં આવે છે. શેત્રને આટલો જ અવશેષ બાકી રહેલ છે. હમણાં તો કુલ અને જ્ઞાતિની વિચારણા જ બાકી રહી છે. સ્વર્ગસ્થભાઈ શાંતિલાલ ક્યા ગોત્રના હતા તે આપણે યથાર્થ જાણતા નથી. માત્ર એમનું કુલ અને જ્ઞાતિ જાણીએ છીએ. એમનું કુલ અસલના વારામાં ક્ષત્રિય અને હાલમાં જ્ઞાતિ તરીકે વિશાઓસવાળ વણક.
ઉંચું કુલ અને ઉંચું ગોત્ર, નીચું કુલ અને નીચું ગોત્ર એવો ઉંચ નીચને ભેદ છે જેનશાસ્ત્રોમાં મૂળથી જ ચાલ્યો આવે છે. શ્રી આચારાંગસૂત્રમાં સાધુઓને બાર કલની ગોચરી વહોરવાનું અને નિદિત તથા તિરસ્કૃત કુલેની ગોચરી નહિ વહોરવાનું સ્પષ્ટ ફરમાન છે. કુળ ગોત્રના ઉંચા નીચાપણાનો ભેદ દર્શાવવા માટે જૈનસૂત્રોમાં વારંવાર ભારપૂર્વક કહેવામાં આવ્યું છે. જ્ઞાતિ સંબંધી વિશેષ ચર્ચા જૈનશાસ્ત્રોમાં નથી. જ્ઞાતિબંધન ઉપર કઈ જગાએ ખાસ ભાર મૂકવામાં આવ્યો નથી. બ્રાહ્મણ ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચારે જ્ઞાતિના નામે તે પ્રાચીન જેનશામાં વાંચવામાં આવે છે પણ હાલના લેકે તરફથી જ્ઞાતિબંધન ઉપર એટલે ભાર મૂકવામાં આવે છે તેટલો ભાર તે વખતે મૂકવામાં આવ્યો નથી. ઘણી જગાએ જ્ઞાતિની શ્રેષ્ઠતા કરતાં પવિત્ર ગુણકર્મની વધારે શ્રેષ્ઠતા બતાવી છે. તેમ છતાં પ્રાચીન કાળમાં યે
For Private And Personal Use Only