________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નંતસુખ અને અનંતવીર્ય સર્વ જીવને સમાન છે એમ એકતા છતાં
વ્યક્તિગત જીવો જુદા જુદા છે અને અનંતા છે. અનંતા જીવમાંથી કેટલાક જીવો મેક્ષમાં અનંત સુખમય શાશ્વત જીવન જીવી રહ્યા છે અને કેટલાય છે આ સંસારમાં જુદી જુદી ગતિમાં ભમી રહ્યા છે. મેષગામી છો અનંત છે અને સંસારમાં પરિભ્રમણ કરી રહેલા છે પણ અનંત છે. કુલ્લે જી અનંતા છે. જેની સંખ્યા કેાઈ ગણી શક્યું નથી તેમજ ગણી શકશે નહિ. કઈક એવો મનુષ્ય, દેવાદિ ગતિના વ્યવહારમાં નહિ આવતાં અનાદિકાળથી અવ્યવહારમાં પડેલા છે. કઈ છ દેવ, મનુષ્ય, તીર્થંચ અને નારકરૂપી ચતુર્ગતિ વ્યવહારને પામી રહેલા છે અને જુદા જુદા વેશ પલટા કરી રહ્યા છે. ચારગતિના વ્યવહારને પામેલા જીવોમાં મનુષ્યનું સ્થાન સૌથી ઉંચું છે. ચાર ગતિમાં બ્રમણ કરવારૂપ પરતંત્રતામાંથી છૂટવાની સંપૂર્ણ સામગ્રીઓને મનુષ્યો જ મેળવી શકે છે. મનુષ્યભવમાં મળેલી પવિત્ર સામગ્રીઓને લાભ લઈને કઈક છવો નિર્વાણુરૂપ પરમશાંતિને પામેલા છે. કઈક છ પામી રહ્યા છે અને ભવિષ્યમાં કઈક જ પામશે. મનુષ્ય જન્મ મળે અને મળશે એમાં ઘણીવાર છે. વારે વારે મનુષ્ય જન્મ તે કાઈક ભાગ્યશાળીનેજ મળે છે. ઘણું જીવોને તેમ બનવું અશકય જેવું છે. મનુષ્ય માટે મોક્ષ માર્ગ ખુલ્લું હોવાથી મનુષ્યજન્મને કલ્પવૃક્ષની ઉપમા આપવામાં આવી છે. આયુષ્યને કેાઈ નિરધાર નહિ હોવાથી મનુષ્યજન્મને લાભ વિજળીના ચમકારમાં મોતી પરોવી લેવાની પેઠે ઘણી ઝડપે લેવાનો છે, આવી ઝડપે લાભ લેનારા અનેક જી થઈ ગયા છે. એવી કેટીના છમાં સ્વર્ગસ્થ ભાઈ શાંતિલાલનું પણ સ્થાન છે. વિજળીના ચમકારમાં મોતી પરોવવાની પેઠે મનુષ્યજન્મને સફળ બનાવવાના પ્રબળ મનેર ભાઈ શાંતિલાલમાં ઉદ્દભવ્યા ત્યાં તો વિકરાલ કાળે એમને આ લેકમાંથી ઝડપી લીધા એજ દુઃખની વાત છે.
મનુષ્યભવમાં ઉચ્ચ કુલ, ગોત્ર અને જ્ઞાતિ પામવા એ પૂર્વના મહાન પુણ્યની વાત છે. જેણે પૂવે પુણ્યહાંસલ કરવા માટે પ્રબલ પુરૂષાર્થે 'આદર્યા હોય તેને જ ઉચ્ચ કુલ, ગોત્ર અને જ્ઞાતિમાં મનુષ્યજન્મ મળે છે. પ્રાચીન કાળમાં કુળગેત્રનાં નામાભિધાન હતાં. હમણું કુલ-ગોત્રના
For Private And Personal Use Only