________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯
જાતિ જ નથી, પશુ પક્ષીઓ પણ રાજાની પ્રજા છે. જે ધર્મ પ્રાણીમાત્રનું હિત જાળવે અને ન્યાય અપાવે તેજ રાષ્ટ્રધર્મ થઈ શકે છે. એ માત્ર એકજ ધર્મ છે અને તે જેનધર્મ મહારાજા કુમારપાળ પાસે અમારી પડ પ્રાણીમાત્રથી રક્ષાનું ફરમાન બહાર પડાવીને માનવ જાતિની સાથે પશુ પક્ષી એવગેરે બીજાં સઘળાં પ્રાણીઓને રક્ષણ અપાવ્યું હતું. પ્રાણીમાત્રનું હિન્દ જાળવવા માટે અને એમને ન્યાય અપાવવા માટે એકલે જૈનધર્મ ઘણા જૂના કાળથી મથન કરી રહ્યો છે, બીજા ધર્મે કેવલ સ્વાર્થપૂર્ણ છે. કેવળ માનવ જાતિના સ્વાર્થની વાતો કરે છે. જેનધર્મ માનવ જાતિના કલ્યાણની વાતો કરે છે ખરો પણ સાથે સાથે પશુ પક્ષીઓ વગેરેના હિતની પણ એટલાજ જોરશોરથી વાતો કરે છે, ઘણે લાંબે સમયે આજે પશુપક્ષીઓ તરફ જે કાંઈ જગત સહાનુભૂતિ બતાવનારું થયું છે તે કેવળ જૈનધર્મને ઉપકાર છે. જેમ ધર્મ કહે છે કે સર્વ જીવો સુખેથી જીવો, સુખેથી હરે ફરે અને આનંદ ભોગવો. આ સૃષ્ટિ સર્વ પ્રાણુ માટે છે બીજાં પ્રાણીઓને ભોગે માત્ર એક મનુષ્ય જાતિનેજ જીવવાનો અને આનંદ ભોગવવાનો અધિકાર નથી. બીજા પ્રાણીઓના હક્કો માનવ જાતે છીનવી લીધા છે અને તેમ કરવામાં બીજા ધર્મોએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ટેકો આપ્યા છે એનું પરિણામ એ આવ્યું છે કે પશુપક્ષીના જીવવાના હક્કોનો નાશ થયો છે. આ હક્કો પાછી અપાવવા માટે જૈનધર્મની મોટામાં મોટી લડત છે. જ્યારે માનવ જાતિની સાથે જગતનાં બીજાં સઘળાં પ્રાણીઓને ઈન્સાફ મળશે ત્યારે જૈનધર્મ એ માત્ર ગુજરાતનો જ કે મારવાડનો જ નહિ પણ આખી દુનિયાનો ધર્મ બનશે– અર્થત રાષ્ટ્રધર્મ થશે.
ભગવાન હેમચંદ્રાચાર્યજી અને મહારાજા કુમારપાળના સંબંધમાં આટલું ટુંકું કથન અસ્થાને લેખાશે નહિ.
રાજર્ષિ કુમારપાળ ચરિત્ર જેનધર્મના પ્રભાવશાળી આચાર્ય શ્રીમાન જયસિંહરિએ વિક્રમ સંવત ૧૪૨૨ માં રચ્યું છે. બીજી પણ અનેક દંતકથાઓ મહારાજા કુમારપાળ અને હેમચંદ્રાચાર્યજીના સંબંધમાં ચાલે છે. આ ચરિત્રનું ગુજરાતી ભાષામાં ભાષાંતર કરીને શાસ્ત્રવિશારદ
For Private And Personal Use Only