________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२७
સમગ્ર હિંતુ રાજ્ય ઇ. સ. ૧૮૧૮ માં ખડકી અને કારેગામનાં યુદ્ધમાં પેશ્વાઓ-બ્રાહ્મણાએ ગુમાવ્યું અને બ્રિટિશ સરકારને સાંધ્યું,
ભગવાન્ હેમચંદ્રાચાર્યે અમાસની પૂર્ણિમા કર્યાંના ચમત્કારની વાતે સમગ્ર ગુજરાતમાં થાય છે. જૈના કરતાં જૈનેતા આ વાતમાં વધારે રસ લે છે. આવા ચમત્કારા થવા એ મનેામય સૃષ્ટિની રચના છે. જેનું મન દૃઢ હોય તેજ ચમત્કાર કરી શકે છે અને જેનામાં પૂર્ણ શ્રદ્ધા હોય તેજ આવા સાત્ત્વિક ચમત્કાર જોઇ શકે છે. આદુનિયામાં ચમત્કાર માટે ઘણા જુના કાળથી એમત ચાલ્યા આવે છે. પ્રાચિન કાળમાં ચાર્વાક ઋષિ ચમકારાને માનતા નહતા, આજે પશુ અનેક ભાઇએ ચમત્કારને માનતા નથી. ચમકારા માનવા કે ન માનવા એ સૌ સૌની મરજી ઉપર આધાર રાખે છે. ગમે તેમ હા પણ ચમત્કાર નામની વસ્તુ અનાદિ કાળથી ચાલી આવે છે. ચમકારાનું મૂળ કારણુ સયમ છે, યૂરેપ અને અમેરિકા જેવા સુધરેલા દેશામાં પશુ ચમત્કારને માનવાવાળા અનેક છે. રસાયન શાસ્ત્ર જેમ રસાયનના પ્રયાગા વડે અનેક ચમત્કારો કરી બતાવે છે તેમજ સંયમવાન પુરૂષા માનસિક ખીલવટવડે અનેક પ્રકારના ચમત્કારા કરી શકે છે, અને દૃઢ શ્રદ્ધાવાન તેવા ચમત્કારી જોઇ શકે છે, જેમ સ્થલ સૃષ્ટિ છે તેમ ખીજી મનેઅય સૃષ્ટિ છે, અનેામય સૃષ્ટિની પ્રક્રિયા જ્યારે સ્થૂલ સૃષ્ટિમાં વિચરનાર પ્રાણીના જોવામાં આવે છે ત્યારે તે ચમત્કાર રૂપે ભાસે છે, મનેામય સ્॰ ષ્ટિમાં આજે પણ અનેક વિધ ચમત્કારી થઈ રહ્યા છે. દેવી દેવતા ઉપર આસ્થા રાખવામાં આવે છે અને કા ળિભૂત થાય છે એમાં પશુ મનની દૃઢતા મુખ્ય છે. મનની દૃઢતાવડે આજે પણ અનેક ચમત્કારા બતાવી શકાય છે. ભગવાન હેમચંદ્રાચાજીમાં સંપૂર્ણ સયમ હતા. એથીજ એમણે મહારાજા કુમારપાળને અનેક વખત ચમકારા બતાવ્યા હતા, બાદશાહને પલંગ સહિત મહારાજા કુમારપાળના મહેલમાં દાખલ કર્યાંના ચમત્કારને કેટલાક ભાઈઓ સમજી શકતા નથી, ખરૂં જોતાં આતા એક સામાન્ય ચમત્કાર છે. આખી દુનિયાને છક કરી શકે તેવા ચમત્કારા મહાપુરૂષો બતાવી શકે છે. ચમકાર શાસ્ત્ર તેા દુનીયાનાં શાસ્રા કરતાં ન્યારાં છે, જેમણે અધ્યાત્મ શાસ્ત્રમાં
For Private And Personal Use Only