________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હતા, આવી અપૂર્વ ઉદારતા વડે જ શ્રી હેમચંદ્રાચાર્યજીએ સમગ્ર ગુજરાત અને ગુર્જરપતિને હાથ કરેલ હતા. - કુમારપાલ ઉપર શ્રી હેમચંદ્રાચાર્ય જીના ઉપકારે મહાન હતા. શ્રી હેમચંદ્રાચાર્યજીની સહાય ન હતી તે કુમારપાલની કેણ જાણે કેવી કે સ્થિતિ સિદ્ધરાજ જયસિંહે કરી હત. કુમારપાલ ગુણચાર નહતો પણ ગુણ ગ્રાહી હતું. એણે ભગવાન હેમચંદ્રાચાર્યજીના ઉપકારો યાદ રાખ્યા અને જૈનધર્મ પાળીને પિતાનું વચન મરણાંત સુધી બરાબર પાડ્યું. મહારાજા કુમારપાલના સમયમાં જેનધર્મ ફાલ્યો ફૂલ્ય અને ખૂબ વૃદ્ધિ પામ્યો.
ગુજરાતના સમગ્ર જેને, કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રાચાર્યજીએ અમારી પટલ વગડાવ્યો હતો એને સૌથી મહાન પરાક્રમ લેખે છે. શ્રી હેમ-ચન્દ્રાચાય છના ઉપદેશથી આખા ગુજરાતમાં શિકાર કરવાની અને બીજી રીતે જીવહિંસા કરવાની મનાઈ થઈ હતી. સર્વજ્ઞ પ્રાણરક્ષાનું સામ્રાજ્ય પ્રવન્યું હતું. એ સમય વીત્યા પછી આજ સુધીમાં ગુજરાતમાં ફરી અહિંસાને એવું સર્વોત્તમ સ્થાન કોઈએ અપાવ્યું નથી. અલબત અકબર બાદશાહના સમયમાં હીરવિજયસૂરિએ અહિંસાને પ્રચાર કરવા માટે કેટલાક શુભ પ્રયાસ કર્યા હતા અને તેનું રૂડું પરિણામ પણ આવ્યું હતું પણ તે મહારાજા કુમારપાળના સમય જેવું તે નહિ જ !
કેટલાક કહે છે કે, શ્રી હેમચંદ્રાચાર્યજીના ઉપદેશથી ગુજરાતમાં પ્રાણી રક્ષાનો પ્રચાર થયો પણ લકે શસ્ત્ર વાપરતા બંધ થયા તેથી બાયલાપણું ફેલાયું એને જ પરિણામે ગુજરાતની પડતીનાં પગરણ શરૂ થયાં. આ એમનું કથન અસ્થાને છે. પ્રાણીની. હિંસા કરવામાં જેટલી બહાદુરીની જરૂર પડે છે તેના કરતાં પ્રાણીનું રક્ષણ કરવામાં અનંત ગણી વધારે બહાદૂરીની જરૂર પડે છે. ખરું જોતાં ભગવાન હેમચંદ્રાચાર્યજીએ તે ગુજરાત વાસીઓમાં પ્રાણી માત્રનું રક્ષણ કરવાનું મહાન પરાક્રમ ખીલાવ્યું હતું. પ્રાણી રક્ષામાં રહેલા મહાન પરાક્રમને નહિ સમજનારાઓ હિંસામાં પરાક્રમ સમજે છે. ખરું જોતાં હિંસામાં પરાક્રમ નથી પણ કરતા છે. રક્ષામાંજ પરાક્રમ છે. ગુજરાતનું રાજ્ય મહારાજ કુમારપાળે ગુમાવ્યું નથી પણ
For Private And Personal Use Only