________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
उपोद्घात.
ગુર્જર લેકે આ પ્રાંતમાં આવીને વસ્યા ત્યારથી આ પ્રાંતનું નામ ગુજરાત પડયું છે. કાઠિઆવાડની ઉત્તર સરહદે આવેલા પંચાસરના છેલ્લા મહારાજા જયશિખરીના પુત્ર વનરાજ ચાવડે ગુજરાતનું પાટનગર અણહિલપુર વસાવ્યું અને ત્યાં રાજગાદી સ્થાપી વનરાજને મુખ્ય આશ્રય આપનાર જૈનધર્મના શીલગુણુસૂરિજી હતા, વનરાજના સમયમાં જૈનધર્મના આગેવાનોએ ગુજરાતના રાજકારભારમાં આગેવાનભર્યો ભાગ લીધેલ. આ કારંણુથી ગુજરાતમાં જૈનધર્મ આગેવાન બનવાના પુણ્યવંતાપાયા રોપી શક્ય. વનરાજની ગાદીએ કેટલાક રાજા થયા પછી છેલ્લે સામંતસિંહ ચાવડે થયે. દારૂના બુરા વ્યસનથી એણે ચાવડા રાજ્યનો અંત આણ્યો. જેનધર્મના આગેવાનોની અપૂર્વ સહાયવડે બળવાન બનેલા ચાવડા રાજાઓનાં અવશેષ રાજયો આજે પણ ગુજરાતમાં માણસા, વરસડા વગેરે સ્થળે અસ્તિત્વ ધરાવે છે. સામંતસિંહ ચાવડાને મારીને તેના ભાણેજ સેલંકી મૂળરાજે ગુજરાતનું રાજ્યસન હાથ કર્યું. મૂળરાજ પિતે ગુજરાતને રાજા થયો. અણહિલ્લપુર પાટણમાં ચાવડા અને સોલંકી રાજાઓના અમલ દરમીયાન સાથી પ્રતિભાશાલી રાજા તો સિદ્ધરાજ જયસિંહ થયો. સિદ્ધરાજના જે રાજપ્રકરણમાં કુશલ બીજો એકેય રાજ ગુજરાતમાં આજ સુધી થયો નથી. સિદ્ધરાજના સમયમાં પ્રખ્યાત જૈન પંડિત કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી પ્રખ્યાતિમાં આવ્યા. આ પ્રસિદ્ધિનું કોઈ મોટામાં મોટું પરાક્રમ હેય તે તે સિદ્ધહેમ વ્યાકરણ છે. આ વ્યાકરણ પાણિની વિગેરે વ્યાકરણ કરતાં યે કેટલીક બાબતોમાં ચઢીઆનું લખાયું છે. કહેવાય છે કે, શ્રી હેમચંદ્રાચાર્યજીએ સાડાત્રણ કરોડ બ્લેક બનાવ્યા હતા, આજે એ સઘળા લેકે ઉપલબ્ધ નથી કદાચ પાંચેક લાખ લેકે ઉપલબ્ધ થતા હશે શ્રી હેમચંદ્રાચાર્યજી મહારાજના જે જે ગ્રંથે ઉપલબ્ધ થયા છે તે સઘળા પ્રતિભાથી પૂર્ણ છે.
સિદ્ધરાજ પોતે શિવધર્મ પાળ હતો એવું લેકે માને છે. ખરું
For Private And Personal Use Only