________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩
પ્રમાણેા પ્રતિપાદન કરેલાં છે. જે ન્યાયસાર ગ્રંથમાં પ્રત્યક્ષ અને અનુમાન એ એ પ્રમાણુ વૈશેષિકને અભિમત છે. પ્રત્યક્ષ અનુમાન, ઉપમાન, અને શાબ્દ એ ચારને નૈયાયિકાદિક માને છે, પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, શાબ્દ અને અર્થાત્ત એ પાંચ પ્રભાકર ભટ્ટ. પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, શાબ્દ અર્થાંપત્તિ અને અનુપલબ્ધિ એ અને વિક્રાંતિ. તેમજ ઐતિદ્ય અને ચેષ્ટા સહિત આઠ પ્રમાણેાને પૌરાણિક માને છે વિગેરે પ્રમાણુ વિવાદને યથા વિચાર કરી ગ્રંથ કર્તા આચાય ભાસર્વને પ્રત્યક્ષ, અનુમાન અને આગમ એ ત્રણ પ્રમાણાને વિસ્તાર પૂર્વક પ્રતિપાદન કરેલાં છે. અન્ય પ્રમાણેાના તેમાં અંતર્ભાવ થઇ શકે છે. પાંચ હેત્વાભાસ, વાદ, જપ. વિતંડા, છલ, જાતિ, નિગ્રહસ્થાન તેમજ અન્ય પદાથેŕનું પણ યથા નિરૂપણુ કરેલુ છે. ન્યાયસાર ગ્રંથના મંગલવાદથી આરંભી મહાન વિદ્વાનેાના હૃદયને આશ્ચર્યંજનક ઉકિત, પ્રત્યક્તિ, ઉદાહરણુ અને પ્રત્યુદાહરણુ સહિત તેમજ પ્રસંગેાપાત્ત અન્યમત નિરૂપણુના પ્રત્યાખ્યાન પૂર્વક સવ વાદિ પ્રતિવાદિઓના ભેદાદિકને સૂચન કરનાર આ ગ્રંથપર ટીકા રચેલી છે. જેના અવલાકન માત્રથી જયસિંહસૂરિની અલૌકિક વિદ્વત્તા જાય છે. તેમજ પ્રસ્તુત ગ્રંથકર્તો શ્રીમાન સૂરિના પ્રશિષ્ય મહાકવિ નયચંદ્રસૂરિ કાવ્યકલામાં તેમના સમાન હતા. જેમણે હમ્મીરમહાકાવ્ય અને રંભામ ́જરી નાટક રચ્યાં છે. જયસિંહરિને સત્તા સમય આ ચરિત્રના પ્રાંત ભાગમાં આપેલા श्रीविक्रमनृपाद्विએ શ્લાક પરથી વિ. સ. ૧૪૨૨ માં આ ગ્ર ંથની સમાપ્તિ કરી છે. તેથી વિક્રમની પંદરમી શતાબ્દીમાં સિદ્ધ થાય છે. આ ગ્રંથની ચેાજના દશ સમાં કરેલી છે. આ ગ્રંથ અતિહાસિક છતાં તેમાં પણ વિવિધ દૃષ્ટાંત સિદ્ધાંતની એવી રચના ગાઠવી છે કે, વાયકાને અપૂર્વ ખેાધ આનંદપૂર્વક મળી શકે તેમ છે. એ હેતુથી આ ગ્રંથના ગુર્જર ભાષામાં અનુવાદ કરવામાં આવ્યે છે. મૂળ ગ્રંથને અનુસારે ન્યૂનાધિક ન કરતાં કિલષ્ટતા રહિત સુગમ અને સરલ ભાષામાં રચાયેલા આ અનુવાદના આશય સમજી સજ્જના કર્તાના શ્રમને સફલ કરશે. સુ॰ માણસા ( મહીકાંઠા ) વીર સંવત્–૨૪૫૫કાર્તિક કૃષ્ણ–૧૧–શુક્ર.
""
',
અજીતસાગરસરિ.
For Private And Personal Use Only