________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
स्वान्ते सच्चरितैर्नभोब्धिमुनिभिः कैलासवैहासिकः,
प्रासादैश्चबहिर्यदेष सुकृती प्रत्यक्ष्य एवेक्ष्यते ॥ १॥
શ્રીકુમારપાળ રાજર્ષિ સ્વર્ગમાં ગયા એમ અજ્ઞાનતાને લીધે લેકે ભલે બેલે, પરંતુ અમહેતા સમજીને કહીએ છીએ કે, તે ભૂપતિ ચિરંજીવીની માફક આ લેકમજ વિરાજે છે, કારણ કે, હૃદયમાં ઉત્તમ ચરિવડે અને બહારથી કૈલાસગિરિનું ઉપહાસ કરતા ચૌદસો ચાળીશ ૧૪૪૦ પ્રાસાદજીનમંદિર બંધાવવાવડે આ ભાગ્યશાળી રાજ પ્રત્યક્ષ જ દેખાય છે.” વળી અન્ય ચરિત્ર ગ્રંથ ઉપરથી સિદ્ધ થાય છે કે, જૈન મંદિરો ઉપરાંત તેમણે શિવમંદિર બંધાવ્યાં હતાં તેમજ ઘણાં મંદિરને સુવર્ણ કલશથી વિરાજીત કર્યા હતાં. જીર્ણોદ્ધાર તથા સર્વ સમાજોપયોગી ધર્મકાર્ય માટે સરોવરાદિક નિર્માણ કરાવ્યાં હતાં. અપુત્રક રૂદતી સ્ત્રીઓનું વાર્ષિક ધન (૭૨,૦૦,૦૦૦) રાજ્યમાં લેવાતું હતું તેને લેખ ફાડી નાખ્યો અને અધિકારીઓને આજ્ઞા કરી કે, આજથી રૂદતી ધન લેવું નહીં. એ સંબંધમાં કુમાપાળ પ્રબંધમાં ઉલ્લેખ છે કે, પરમહંત કુમારપાળે વિ.સં. ૧૨૩૦ માં ૩૦ વર્ષ નવમાસ સત્તાવીસ દિવસ રાજ્ય ભોગવી સ્વર્ગ વાસ કર્યો. પરમહંત શ્રી કુમારપાળે ૧૪૦૦ પ્રાસાદ બંધાવ્યા, ૭૨ સામંતો પર પોતાની આજ્ઞા ચલાવી. ૧૮ દેશોમાં જીવદયા પળાવી ૧૬૦૦૦ જીર્ણ મંદિરને ઉદ્ધાર કરાવ્યો. ૧૪૪ નવીન જન ચૈત્ય પર સુવર્ણ કલશ ચઢાવ્યા. ૯૮ લાખ રૂપીયા ઉચિત દાનમાં ખર્ચા. ૭ વાર તીર્થયાત્રા કરી. પ્રથમ યાત્રામાં ૯ લાખ રૂપીઆની કિંમતનાં નવ રત્ન થી પ્રભુપૂજા કરી હતી. ૨૧ જ્ઞાન ભંડાર લખાવ્યા. અપુત્રીયાઓનું દ્રવ્ય પ્રતિ વર્ષે ૭૨ લાખ રાજ્ય ભંડારમાં આવતું હતું તે સદાને માટે માફ કર્યું. ૭૨ લાખ રૂપીઆ શ્રાવકાને લેવાતો કર માફ કર્યો. અશક્ત શ્રાવકની સહાય માટે એક કરોડ રૂપીઆ દરેક વર્ષે આપવામાં આવતા હતા. પરનારી સહેદર (૧) શરણાગત વપંજર (૨) વિચાર ચતુર્મુખ (૩) પરમાહત (૪) રાજર્ષિ (૫) જીવનદાતા (૬) મેઘવાહન (૭) આદિ અનેક બિરૂદ પ્રાપ્ત થયાં હતાં. પિતાના રાજ્યમાંથી સાતવ્યસનને દૂર કર્યા હતાં. સંધભક્તિ, સ્વધર્મી વાત્સલ્ય, ત્રિકાલ દેવપૂજા, બંને કાલ આવશ્યક, પર્વ દિવસમાં
For Private And Personal Use Only