________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯
કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય રૂપ અલૌકિક ચંદ્ર અસ્તગત થયો. ખરેખર શ્રી હેમચંદ્રાચાર્ય એક અદ્વિતીય મહાપુરૂષ હતા. તેમના સંબંધમાં પ્રોટ પીટર્સન લખે છે કે, “હેમચંદ્રએ મહાન આચાર્ય હતા. દુનીયાના કોઈપણ પદાર્થ ઉપર તેમને તિલમાત્ર પણ મેહ નહોતું. તેમજ તે મહાત્માએ પિતાની મહેાટી આયુષ્ય અને જોખમદાર અંદગીને ખરાબ કામમાં ન રોકતા સંસારના ભલા માટે વ્યતીત કરી હતી તેઓએ કરેલા સુકૃત્ય બદલ આ દેશની પ્રજાએ તેમને મહેટો ઉપકાર માનવો જોઈએ.” શ્રી કુમારપાળ ભૂપતિના સમયમાં પાટણનગરમાં ૧૮૦૦ કરોડધિ
પતિ વસતા હતા. કોઈપણુ દુઃખી માણસને જોઈ ધાર્મિક જીવન. તેઓ તેની સહાય કરતા હતા, પોતાની પ્રજાને
આત્મવત્ પાળતા હતા. ગુણનારાગી અને દુર્ગુણેથી દૂર રહેતા હતા. એમની પ્રકૃતિ ધર્મમયી હતી. સત્યવાદી અને નિર્વિકાર દષ્ટિવાળા હતા. તેમજ પિતાની સ્ત્રી સિવાય અન્ય સ્ત્રીને તેઓ મા અને બહેન સમાન માનતા હતા, મહારાણું ભોપાળદેવીના મરણ પછી જન્મ પર્યત બ્રહ્મચર્યવ્રત પાળતા હતા. રાજકીય લેભથી દૂર રહેતા અને માંસ માદિક અભક્ષ્ય પદાર્થોનો સર્વથા હેમને ત્યાગ હતો. દીન દુઃખી અને યાચક વર્ગને અગણિત દાન આપતા હતા. ગરીબ અને અશક્ત શ્રાવકેનો નિર્વાહ માટે લાખો રૂપીયા રાજ્યના ખજાનામાંથી વાપરતા હતા. જેને શાના ઉદ્ધાર માટે લાખો રૂપીઆનો વ્યય કરી અનેક પુસ્તક ભંડાર સ્થા પન કર્યા. હજારો પ્રાચીન મંદિરના જીર્ણોદ્ધાર તેમજ નવીન જૈન મંદિરે બંધાવીને ભારત ભૂમિને સર્વોત્તમ કરી. તારંગા તીર્થમાં શ્રીમાન કુમારપાળ ભૂપતિએ બંધાવેલું ભારત વર્ષની દીવ્ય શિ૯૫ કળાના અપૂર્વ નમુના રૂપ વિશાળ અને આકાશ સ્પર્શી મંદિર હાલમાં પણ તેમની જૈનધર્મ પ્રત્યેની પ્રિયતા સૂચવે છે. તેમજ અન્ય તીર્થોમાં પણ તેમનાં બંધાવેલાં ઘણું મંદિરો જાહેર છે. તે સંબંધમાં કોઈ કવિએ તેમના મરણ પછી લખ્યું છે કે –
लोको मूढतया प्रजल्पतु दिवं राजर्षिरध्यूषिवान् ,
यूमो विज्ञतया वयं पुनरिहैवास्ते चिरायुष्कवत् ।
For Private And Personal Use Only