________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮'
ભગવન હેમચંદ્રસૂરિને શિષ્ય સમૂહ અત્યંત પ્રભાવિક અને તત્વજ્ઞાતા
હતું. સાધુ સમુદાયમાં સૂરીશ્વરજીના પટ્ટધર શિષ્ય શિષ્ય સમુદાય અને પ્રબંધશતકર્તા, કવિ કટારમલ, ઐવિવેદી મહાકવિ સ્વર્ગવાસ. રામચંદ્રસૂરિ (૧) શ્રી મહેંદ્રસૂરિ (૨) એમણે અને
કાર્થ કરવા કરેકૌમુદી નામે અનેકાર્થ કષની ટીકા પિતાના ગુરૂના નામથી પ્રસિદ્ધ કરી છે. અનેક વિદ્યાસંપન્ન શ્રીગુણચંદ્રમણિ (૩) શ્રી રામચંદ્ર કવિસમાન પ્રખર વિદ્વાન હતા. શ્રી વર્ધમાન ગણિ (૪) એમણે કુમારવિહારપ્રશસ્તિ કાવ્યપર વ્યાખ્યાદિકની રચના કરી છે. દેવચંદ્ર મુનિ (૫) એમણે ચંદ્રલેખાવિજય પ્રકરણની રચના કરી છે. યશશ્ચંદ્ર ગણિ (૬) નો પરિચય પ્રસ્તુત ચરિત્ર અને મેરૂતુંગાચાર્યે વિ. સં. ૧૩૬૧ માં રિચેલ પ્રબંધ ચિંતામણિના (સ. ૪ પૃઃ ૨૦૬-૨૩૩ ઉપરથી સૂચિત થાય છે. વિદ્યાવિલાસી ઉદયચંદ્રગણિ (૭) સારા વિદ્વાન હતા, જેમના ઉપદેશથી દેવેંદ્રસૂરિના શિષ્ય બુદ્ધિમાન કનકપ્રભ મુનિએ લધુ હેમન્યાસને ઉદ્ધાર કર્યો. કવિ બાલચંદ્ર (૮) રામચંદ્ર કવિના પ્રતિસ્પર્ધા અને અજયપાલ નરેશના મિત્ર હતા. હેમની રચેલી ‘ાતચાપ્રતિમ' વિગેરેની સ્તુતિ પ્રસિદ્ધ છે. અન્ય કૃતિ હાલમાં ઉપલબ્ધ નથી. એ સિવાય અન્ય વિદ્વાન શિષ્યો યણ હતા. શ્રાવક સમુદાયમાં અગ્રગણ્ય રાજર્ષિ કુમારપાળ દેવ, મહામાત્ય ઉદયન, રાજપિતામહ આમ્રભટ, દંડનાયક શ્રીવાગભટ, રાજઘરટ ચાહક, અને સલાક વિગેરે રાજવર્ગીય તેમજ પ્રજાવર્ગીય શ્રીમંતો લક્ષાવધિ ભક્ત હતા. વિવિધ તપશ્ચર્યાવડે ધર્મને વધારતા ચંદ્ર કુમુદને જેમ જેમ ધર્મને વિકસ્વર કરતા શ્રી હેમચંદ્રસૂરીશ્વરે ચેરાશિ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી અદ્દભુત જ્ઞાનના અતિશય વડે પિતાના આયુષની સમાપ્તિ જાણી પિતાના ગુરૂ ભાઈ શ્રી પ્રદ્યુમ્નસૂરિને ગચ્છની ભલામણ કરી. બાદ પોતાના શિષ્ય સમુદાયને આત્મોન્નતિ સંબંધી વિવિધ પ્રકારની અમૃતસમાન દેશના આપી. તે સાંભળી શ્રીકુમારપાલનું હૃદય ભરાઈ આવ્યું. સૂરીશ્વરે મિષ્ટ વચને વડે રાજાને શાંત કર્યો. અંત સમયમાં ધ્યાનવડે ઈદ્રિયોને રોધ કરી બહુ સમય સુધી સમાધિપૂર્વક આત્મચિંતન કરતાં સૂરીશ્વરે બ્રહ્મરંધ્રધારાએ પ્રાણ ત્યાગ કર્યો, વિ. સં. ૧૨૨૯ માં અખિલ ભૂમંડલને શેકસાગરમાં ડૂબાવી શ્રીમાન
For Private And Personal Use Only