________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
श्राद्धः श्रोता सुधीर्वक्ता, युज्येयातां यदीश १ तत् । त्वच्छासनस्य साम्राज्य-मेकच्छत्रं कलावपि ॥१॥
હે જીનેંદ્ર? વિશુદ્ધ શ્રદ્ધાવાળા શ્રાવક શ્રેતા અને શાસ્ત્રનિષ્ણુત બુદ્ધિમાન વક્તા એ બંનેને જે વેગ હોય આ કલિયુગમાં પણ આપના શાસનનું એક છત્રથી સુશોભિત અખંડ સામ્રાજ્ય દીપે. આ ઉપરથી એમ સિદ્ધ થાય છે કે, યુગાંત વર્તમાન શ્રીહેમચંદ્રસૂરિસમાન સકલ શાસ્ત્ર પારગામી જૈનધર્મના વક્તા અને ચૌલુકય ચૂડામણિ શ્રીમાન રાજર્ષિ કુમારપાળ દેવ સરખે શ્રોતા શ્રાવક વિદ્યમાન છે તે કલિકાલમાં જૈનધર્મનું એક છત્ર સામ્રાજ્ય હોય તેમાં આશ્ચર્ય શું ? ભગવાન હેમચંદ્રાચાર્યનું જીવન જગતમાં હંમેશાં અમર અને અન્ય
વિદ્વાનોને આશ્ચર્યજનક હોવાનું મુખ્ય કારણ હેમને સૂરીશ્વરની જ્ઞાનશક્તિ અગાધ જ્ઞાનગુણ હતો. હેમના સમાન સમસ્ત ભૂમંઅને ગ્રનિર્માણતા. ડલમાં અન્ય વિદ્વાનો તે સમયમાં અસ્તિત્વ ધરાવતા
નહોતા. આવી અપૂર્વ હેમની જ્ઞાનશક્તિથી પ્રમુદિત થઈ સર્વ વિદ્વાનોએ “કાલિકાલ સર્વજ્ઞ” પદવી આપી હતી. ખરેખર તે પદવી હેમને યોગ્ય હતી એમાં કંઇ અતિશયોક્તિ નથી. એની સત્યતા પૂરવાર કરવામાં હાલ હેમના રચેલા અનેક ગ્રંથરત્નો વિદ્યમાન છે. હાલના વિદ્વાને પણ સૂરીશ્વરના તવદર્શક ગ્રંથનું નિરીક્ષણ કરી “જ્ઞાનાવ” તરીકે હેમને સંબોધે છે. ગ્રંથનું પ્રમાણ સાડાત્રણ કરોડ શ્લોક છે, તેમાં કેટલોક ભાગ સમયના વ્યત્યાસથી મળી શકતો નથી. વિદ્યમાન ગ્રંથો બહુ પ્રમાણમાં દરેક સ્થલે વિદ્વાનોને આનંદ આપી રહ્યા છે. કોઈપણ વિષય એવો નહતો કે, જેને વિશદાર્થ આચાર્ય મહારાજે ન કર્યો હોય, વ્યાકરણ, ન્યાય, કાવ્ય, કેષ, છંદોલંકાર, યોગ, નીતિ, રસ્તુતિ વિગેરે વિષયો પર આચાર્ય મહારાજે અનેક ગ્રંથની રચના કરી હતી. તે પૈકી ત્રિષષ્ટિશલાકા પુરૂષચરિત્ર, સિદ્ધહેમ શબ્દાનુશાસન, બૃહદ્દવૃત્તિ, લઘુવૃત્તિ, બૃહન્યાસ, લઘુન્યાસ, અભિધાન ચિંતામણિ, કાવ્યપ્રકાશ, દેશીનામમાલા, અને કાર્યકેશ, અધ્યાત્મપનિષદ્ધ, પ્રમાણ મીમાંસા, દ્વયાશ્રય કાવ્ય વિગેરે કેટલાક ગ્રંથો હાલમાં વિદ્યમાન છે.
For Private And Personal Use Only