________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
મહારાજા કુમારપાલની અનિચનીય કૃતજ્ઞતા હતી, ભાવ ધ્યાલુ અને સ્વલ્પ સંસારી હતા, થેાડાજ સમયમાં મુક્તિગામી જૈનધમ સામ્રાજ્ય. હાવાથી તેમના હૃદયમાં શ્રીહેમચંદ્રસૂરિના વચનામૃતથી ખેાધિબીજ–સમકિત અંકુરિત થયું, ગુરૂના
ચરમાં પડી ભૂપતિએ કહ્યું, પ્રભા ? જીવનપર્યંત હું આપની આજ્ઞા પ્રમાણે વર્તીશ. આપ મ્હારા સ્વામી, ગુરૂ અને પ્રાણુ સ્વરૂપ છે. એમ રાજાના અભિપ્રાય જાણી ગુરૂ મહારાજનું હૃદય આદિત થયું. કુમારપાલે ગુરૂની આજ્ઞા પ્રમાણે પોતાના સમગ્ર રાજ્યમાંથી, હિસારાક્ષસીના દેશનિકાલ કર્યાં, સત્યનીતિના પ્રભાવથી, વૈર વિરાધ વિગેરે દૂષણ્ણા પલાયન થયાં, પશુથી આરંભી નાનાં મ્હોટાં અતિ સૂક્ષ્મ પ્રાણીઓને કાપણુ માણુસ હષ્ણુતા નહેાતા. મનુષ્યાને અવનતિદાયક છૂતાદિ સાતે વ્યસનાના પશુ દેશમાંથી બહિષ્કાર કર્યાં, રાજ્યમાં અનીતિ એ શબ્દ શ્રવણુ માત્ર હતેા, ગુરૂ મહારાજના ધર્મોપદેશથી કુમારપાળરાજા જૈનધમ માં દૃઢ શ્રદ્દાલુ થયેા. જગતના પ્રપંચ મિથ્યા ભાસવા લાગ્યા. અનુક્રમે સ'સારની નિઃસારતા અનુ. ભવમાં આવી. જેથી તેમણે યથાવિધિ ગુરૂ મહારાજની પાસે વિ. સં. ૧૨૧૬ માં શ્રાવકનાં ખાર વ્રતના સ્વીકાર કર્યાં. અનેકધા જૈનધમની તે પ્રભાવના કરવા લાગ્યા. સમગ્ર આર્યાવ્રત દેશમાં જૈનધર્મની પ્રશંસા થવા લાગી, એમ સર્વ પ્રકારની જૈનશાસનની ઉન્નતિ જોઇ શ્રીહેમચદ્રાચાર્ય પેાતાની પ્રતના સલ થયેલી જાણી આત્માને કૃતકૃત્ય માનવા લાગ્યા. સત્યયુગથી પશુ તે સમયની શ્રેષ્ઠતા માનવામાં આવી. શ્રીકુમારપાળની પ્રાર્થનાથી નિત્યપાઠ માટે આચાર્ય મહારાજે વીતરાગસ્તાત્રની રચના કરી. તેમાં કહ્યું છે કે, યત્રાત્ત્પનાવિજ્ઞાàન, સ્વદ્ધૌ માઘ્યતે 1
कलिकालः सएकोsस्तु, कृतं कृतयुगादिभिः ॥ १ ॥
66
હૈ વીતરાગ ભગવાન? જે સમયમાં તમ્હારા ભકતા સ્વલ્પ સમયવડે. ઉત્તમ ફળ પ્રાપ્ત કરે છે, તેવા તે એકજ કલિયુગ સદા રહેા, સત્ય યુગાદિવટે સર્યું. અર્થાત્ આ સમય ધર્મમય હોવાથી અતિ ઉત્તમ છે. ” વળી તેજ સ્તોત્રમાં આગળપર કહ્યું છે કે;
For Private And Personal Use Only