________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
સત્સંગ સિવાય તત્વને લાભ થતો નથી. હંમેશાં સૂરદ્રના સમાગમથી રાજા નું હદય બહુ વિશુદ્ધ થયું. સમાચિત ધર્મકાર્ય પણ સાધો હતો. જેમકે - रक्षाऽऽयव्ययचिन्तनं पुरजनान्वीक्षा सुरार्चाऽशने,
कोशान्वेषणमन्यनीवृतिचरप्रेषोयथेच्छं भ्रमिः । हस्त्यश्वादिशराप्तनादिरचना जेतव्यचिंता समं,
सेनान्येति कृतिः क्रमेण नृपतेर्घस्रस्य भागाष्टके ॥१॥ “ દિવસના પ્રથમ ભાગમાં પ્રજા રક્ષણ, આવક અને જાવકનો વિચાર, બીજા ભાગમાં નગર નિરીક્ષણ, ત્રીજા ભાગમાં દેવપૂજન અને ભોજન, ચોથા ભાગમાં નિધાનોનું અવલોકન, પાંચમામાં દેશાંતરમાં ચરપુરૂષનું પ્રેષણ, છઠ્ઠા ભાગમાં યથેચ્છિત પરિભ્રમણું, સાતમા ભાગમાં હાથી, ધાડા અને ધનુષ્પબાણ વિગેરેની ગોઠવણ અને આઠમા ભાગમાં સેનાપતિ સાથે વિજયને વિચાર એમ દિવસના આઠે ભાગમાં કાર્યક્રમ સંભાળતે હતે” તેમજ – एकान्ते परमाप्तवाक्श्रुतिरतिप्रौढार्थशास्त्रस्मृति
स्तूर्यध्वानपुरस्सरं च शयनं निद्रा च भागहये । बुड्वा वाद्यस्वैरशेषकरणध्यानानि मंत्रस्थिति
. विप्राशीभिषगादिदर्शनमिति स्याद्रात्रिभागाष्टके ॥१॥ “રાત્રીએ પણ પ્રથમ ભાગમાં એકાંત સ્થળે બેસી પરમ આપ્તપુરૂષોની વાણુનું વિચાર પૂર્વક શ્રવણું, બીજા ભાગમાં આનંદજનક શાસ્ત્રાર્થનું સ્મરણ; ત્રીજા ભાગમાં વાછત્રના નાદપૂર્વક શયન, ચોથા અને પાંચમા ભાગમાં નિદ્રા, છઠ્ઠા ભાગમાં માંગલિક વાદ્યના નાદથી જાગ્રત થઈ સગ્રમ કર્તવ્યનો વિચાર, સાતમામાં મંત્રીઓની સાથે ગુપ્ત વિચાર અને આઠમા ભાગમાં વિપ્રોના આશીર્વાદ તેમજ વૈદ્ય વિગેરેનું દર્શન એ પ્રમાણે રાત્રિ દિવસને સમય રાદેદિત કર્તવ્ય પરાયણુજ વ્યતીત થતા હતા.
For Private And Personal Use Only