________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પભાત નગરમાં રાજભયથી આપે મહા રક્ષણ કર્યું હતું તેમ રાજ્યાભિષેકનો ચોક્કસ સમય પત્રિકા દ્વારા બતાવી રહને શાંત કર્યો હતો. આપના આશીર્વાદથી હું અનેક સંકટમાંથી મુક્ત થયા છતાં આ રાજ્યવૈભવ પામી આપના સ્મરણથી વિમુખ થયે. એથી આ દુનીયામાં ખરેખર મહારા સરખે કાઈ કૃતધ્ર નથી. અને આપ જેવા કઈ કૃતજ્ઞ નથી. માટે હે કૃપાનિધાન ? હારા સમગ્ર અપરાધને ક્ષમા કરી આ રાજ્યલક્ષ્મીને આપ સ્વીકાર કરે. ગુરૂ મહારાજે ભૂપતિને આશીર્વાદ આપે -- नतामस्यः स्फूर्ति, दधति न वरं यस्य पुरतः,
श्रियस्तैजस्योऽपि, त्रिजगदवगहै करसिकाः । अचक्षुःसंलक्ष्यं, परिहृतपथं वाङ्मनसयो
महस्तद्राजंस्ते, शमयतु समन्तादपि तमः ॥१॥ રાજનું ? જેની આગળ અંધકારની છટાઓ ખુરતિ નથી, એટલું જ નહીં પણ ત્રણે લોકમાં અવગાહન કરવામાં રસિક એવી તેની પ્રભાએ પણ પુરી શકિત નથી, તેમજ ચક્ષુષથી અગ્રાહ્ય અને મન તથા વાણુને અગોચર એવું તે શાન સર્વ બાજુના હારા તમસઅજ્ઞાનને શાંત કરે.” એમ આશિષુ આપી ગુરૂ મહારાજ બોલ્યા, હે ગુજ રેશ? તું આત્મનિંદા શા માટે કરે છે? ઉપકાર કરવાને સમય હવેજ હને પ્રાપ્ત થયો છે. હે વિદ્વાન કૃતજ્ઞ પુરૂષમાં ચૂડામણિ સમાન તું છે. પિતાના પૂર્વજોની માફક ઉત્તમ પ્રકારની હારી ભક્તિ છે, વળી તું જે રાજ્યદાનની મહને પ્રાર્થના કરે છે તે હારી ભક્તિથી કંઈ, અધિક નથી. સર્વ સંગના ત્યાગી અમહારા સરખા મુનિઓને રાજ્યવૈભવ કપે નહીં, જલથી ચિત્ર જેમ રાજ્યવૈભવથી ચારિત્રધર્મ નષ્ટ થાય છે. માટે હે નરેન્દ્ર જેવું કૃતજ્ઞતાને લીધે પ્રત્યુપકાર કરવા ઈચ્છતો હોય તો દયામય શ્રીજીનશાસનની પ્રભાવના કર અને પ્રથમ કરેલી પ્રતિજ્ઞાને તું પૂર્ણ કર. એ પ્રમાણે ગુરૂમહારાજનું વચન સાંભળી ભૂપતિએ કહ્યું કે, હે પ્રભો ? આપના વચન પ્રમાણે હું વર્તીશ, પરંતુ પ્રતિદિવસ આપને સમાગમ હું ઈચ્છું છું, જેથી ને સત્ય તત્વ પ્રાપ્ત થાય.
-
-
-
For Private And Personal Use Only