________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ.
( ૧૫૧ )
સેકડા ભૂતા ભ્રમતાં હતાં, તેમજ કાઇક ઠેકાણે મુડદાંઓનાં માંસ ખાતી રાક્ષસીઓ નજરે પડતી હતી. ક્વચિત્ ભયંકર અને સ્કાર શિયાળીઆએના શબ્દો સંભળાતા હતા, કાઇ ઠેકાણે ઉચ્છળતા ધૂમના ફેલાવથી આકાશ છવાઈ ગયું હતું અને યમરાજાનું ક્રીડાવન હાયને શુ' ? તેવા તે સ્મશાનમાં એક મુડદુ લાવીને તેના વક્ષસ્થલમાં એક અગ્નિકુંડ કર્યાં, તેની અંદર અગ્નિ સળગાવ્યા, જેની જવાલાએ ચારે તરફ અખ ંડિત દ્વીપવા લાગી. તે મુડદાના નાભિ પ્રદેશમાં બેસીને કુમારપાલે વિધિ પ્રમાણે તેનું પૂજન કર્યું, પછી મેસમાન સ્થિરપણે મયંત્રનુ સ્મરણ કરતા કુમારપાલ અગ્નિકુંડમાં હામ કરવા લાગ્યા. હામ કરતા કુમારપાલને જોઇ તે પ્રેતવનના અધિપતિ વક્રદુષ્ટનામે ક્ષેત્રપાલ કાલની માફ્ક કપાયમાન થયા.
જેના કેશ પિળા અને ઉપર ઉપર બહુ સ્ફૂર્ત્તિવાળા ચળકતા હતા તેમજ જેની આકૃતિ બહુજ ઊંચી હેાયાથી ક્ષેત્રપાલ ઉપદ્રવ જાણે ઉપરભાગમાં મળતા દાવાનળની જવાલાએથી વીંટાયેલા પર્વત હેાયને શુ ? સુખની અંદર બહુ લાંબી દાંતની પક્તિવડે ભયંકર દેખાવ આપતા, જાણે પેાલની અ ંદર રહેલા સૌથી વ્યાકુલ વૃક્ષ હાયને શુ? આકાશને સ્પર્શી કરતા મસ્તકવડે તારાઓને નીચે પાડતા હોય ને શું? મુખમાંથી નિકળતી અગ્નિની જ્વાલાએ વડે અંધકારને ગળતા હાયને શુ ? ક્રૂર પ્રસરી ગયેલા હસ્તવડે વૃક્ષાને ખેંચતા હાયને શુ ? પ્રચ ંડ ચરણના આઘાતવડે પૃથ્વીનેનીચે ફેંકતા હાય ને શુ ? વળી અંજનિરિસમાન શ્યામ, મદરાદ્રિસમાન સ્થૂલ અને વિકરાલષ્ટિથી નિરીક્ષણ કરતા તે ક્ષેત્રપાલ કુમારપાલની આગળ પ્રગટ થયા. તે દૃષ્ટ કુમારપાલને ડરાવવા માટે પગના આઘાતથી નજીકમાં રહેલા પર્વતા સાથે વેલીની માફક
For Private And Personal Use Only