________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૦)
શ્રી કુમારપાળચરિત્ર અને પ્રણામ કરી તેની આગળ બેઠે. યોગી પિતાનું ધ્યાન સમાપ્ત કરી પ્રસન્ન નેત્રાથી અવલેન કરતે બે. હારા લક્ષણે વડે તું રાજ્યને લાયક છે છતાં હારી આવી અવસ્થા શાથી થઈ છે? કારણ કે “ઉત્તમ રત્ન ધૂળમાં રખડતું ઉચિત ગણાય નહીં.” કુમારપાલ બે, હે ગિન? હારી આ દુર્દશા આજ સુધી હતી, પરંતુ સૂર્યના દર્શનથી રાત્રી જેમ આપના દર્શનથી હવે હારી દુરવસ્થા રહેવાની નથી, મેઘના અવલકનથી મેરને જેમ આપના સમાગમથી હુને પણ ઘણે આનંદ થયે છે પ્રસન્ન થઈ તમે કઈપણ એ તેજસ્વી અને ચિંતામણું સમાન એક મંત્ર આપે, જેના સ્મરણથી હું મહાન વૈભવશાળી થાઉં, યોગીએ તુષ્ટ થઈ કહ્યું, હારી પાસે બે મંત્ર છે, એક સામ્રાજ્યદાયી છે અને બીજે યથેષ્ટ ધન આપનાર છે, પરંતુ તે બંને મંત્ર ઉપદ્રવ સહિત છે. જે તું તે સાધવાને સમર્થ હોય તે તે બંનેમાંથી એક મંત્ર હું હને આપું, તેને તે સ્વીકાર કર. મહેટી મહેરબાની એમ કહી કુમારપાલે યોગી પાસેથી રાજ્યદાયક મંત્ર રાજ્યની માફક વિધિપૂર્વક ગ્રહણ કર્યો. કુમારપાલે પ્રથમ ત્રણ ઉપવાસ કર્યા, બ્રહ્મચારીની માફક
બ્રહ્મવ્રત ધારણ કર્યું, કેઈ એકાંત સ્થલમાં છ મંત્રસાધના. માસ સુધી તેણે તે મંત્રનો જાપ કર્યો, પછી
કાળી ચૌદશની રાત્રીના પ્રથમ પ્રહરમાં સાક્ષાત્ ઉત્સાહની મૂર્તિહાયને શું? તે કુમારપાલ પૂજાનાં સાધનો સહિત મંત્રારાધન કરવા માટે સ્મશાનભૂમિમાં ગયા. ત્યાં કોઈ ઠેકાણે ભયંકર અસ્થિ-હાડકાઓના ઢગલા પડેલા છે, કવચિત્ વેતાલ લેકેના ઠઠ જામેલા છે, કવચિત્ ચિતાગ્નિની જવાલા દેખાતી હતી, કવચિત્ મુડદાંઓ ખડકેલાં હતાં. ક્વચિત્ પિશાચનાં ટેળાં નૃત્ય કરતાં હતાં, ક્વચિત દુષ્ટ શાકિનીએ ફરતી હતી, કવચિત
For Private And Personal Use Only