________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કહ્યું કે, હે પ્રભ ? હંમેશાં આપશ્રીએ મહારી પાસે કૃપા કરી પધારવું. એમ કહી રાજા સૂરીશ્વરના ગુણોનું સ્મરણ કરતો આગળ ચાલતો થયો. ત્યારબાદ આચાર્ય મહારાજ રાજસભામાં ગુર્જરેશ્વર પાસે જવા લાગ્યા.
સિદ્ધરાજના હૃદયમાં ધર્મજીજ્ઞાસા પ્રગટ થઈ. જેથી નરેંદ્રની ધમજીજ્ઞાસા. લેણે દર્શનના વિદ્વાનોને પોતાની સભામાં લાવ્યા.
પિતતાના મતનું પ્રતિપાદન કરતા દર્શનકારોના વિરૂદ્ધ વાદને સાંભળી રાજાનું મન સંશયમાં પડયું. સત્યાસત્યના નિર્ણય માટે ભૂપતિએ શ્રી હેમચંદ્રસૂરિને પૂછવું, પ્રભો ! સર્વજ્ઞભગવાને પ્રરૂપેલા ધમના આ૫ જ્ઞાતા છો, આપને કોઇપર રાગદ્વેષ નથી. માટે યથાસ્થિત સત્ય ધર્મનું સ્વરૂપ મહને સમજાવો. આચાર્ય મહારાજે પુરાણોક્ત
ખશ્રેષ્ઠી અને હેની સ્ત્રી યશોમતી તથા અન્ય નવીન સ્ત્રીના દૃષ્ટાંતથી સત્યધર્મનું સ્વરૂપ પ્રતિપાદન કર્યું. આ કથા પૃષ્ટ (૨૯) થી ( ૩૩) સુધી પ્રસ્તુત ચરિત્રમાં આપેલી છે. પુનઃ સ્લેણે સામાન્ય ધર્મ વિષે પૂછયું, ત્યારે આચાર્ય મહારાજે કહ્યું, રાજન્ ? સર્વ ધર્મનું મૂળ દયા છે, સર્વ પ્રાણીઓ ને હિતકર તેમજ દુષ્કર્મોને પ્રતિકુળ એ મુખ્ય ધર્મ દયારૂપ ગણવામાં આવ્યા છે. કારણ કે, મેઘવિના વૃષ્ટિ, બીજવિના અંકુર અને સૂર્યવિના દિવસને જેમ અસંભવ હોય છે તેમ દયાવિના ધર્મનો અસંભવ હોય છે. વળી તે દયાધર્મ ઉપકારથી સિદ્ધ થાય છે. ધર્મિષ્ઠ પુરૂષોએ હંમેશાં પરોપકાર કરવામાં લક્ષ રાખો. એ સંબંધ અભયંકર ચક્રવર્તીના દષ્ટાંતથી સૂરીશ્વરે ભૂપતિના હૃદયમાં સ્થિર કર્યો. આ કથા પ્રક. ૩૪ થી શરૂ થાય છે. આ પ્રમાણે ગુરૂશ્રીના વાણું સાંભળી સિદ્ધરાજે પોપકાર કરવાનો નિશ્ચય કર્યો અને તે પ્રમાણે પોતે આચરવા લાગ્યા. પિતાના કુલધર્મને તેણે ત્યાગ કર્યો નહોતો પણ જેનધર્મપર હેને ભકિતભાવ વિશેષ હતો. સિદ્ધરાજની પ્રેરણાથી આચાર્ય મહારાજે સિદ્ધહેમશબ્દાનુશાસનવ્યાકરણગ્રંથની રચના કરી. રાજાઓ સમાજ ધર્મના પાલક હોય છે. કોઈ ધર્મ પર હેમને દ્વેષ હોતો નથી, સિદ્ધરાજ ભૂપતિ ન્યાયી અને સત્ય ધર્મને પરીક્ષક હતો. જેથી તેના હૃદયમાં ગુરૂપ્રભાવવડે જૈનધર્મની રૂચિ પૂર્વક દઢતા હતી.
For Private And Personal Use Only