________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પડતીને પ્રારંભ થાય છે. માટે મનુષ્યએ આત્માના ઉપગથી પ્રમાદેને પરિહરવા જોઈએ અને મનવાણું-કાયાથી સાત્વિક ગુણપૂર્વક પ્રગતિમાં સદા અગ્રગામી રહેવાય એવી પ્રવૃત્તિ કરવી જોઈએ.
અવતરણ–પ્રમાદેની ત્યાગપ્રવૃત્તિ કચ્યા પશ્ચાત્ હવે આત્મિક શક્તિ વૃદ્ધિ માટે બ્રહ્મચર્ય ધારણની પ્રવૃત્તિને સદુપદેશ દેવામાં આવે છે. शारीरिकोन्नतेः सिद्धयै, कर्तव्यं वीर्यरक्षणम्। वीर्यरक्षेवशीलंतद्, ब्रह्मज्ञानस्य कारणम् ।। २४३ ॥ ब्रह्मचर्यं सदासाध्यं, देशधर्मोन्नतिप्रदम् ।।
आत्मोन्नतिप्रदं तूर्णं, वीरैर्धर्मार्थकांक्षिभिः ॥ २४४ ॥ | શબ્દાર્થ –શારીરિકેન્નતિ સિદ્ધિ માટે વીર્યરક્ષણ કરવું જોઈએ. વીર્યરક્ષા એજ શીલ છે તે વીર્યરક્ષા સર્વશક્તિનું મૂલ છે. બ્રહ્માજ્ઞાનનું કારણ વીર્યરક્ષા છે. વીર્યરક્ષારૂપ દ્રવ્યબ્રહ્મચર્ય સદા સાધવું જોઈએ. દેશધર્મોન્નતિપ્રદ બ્રહ્મચર્ય છે. ધર્માર્થકાંક્ષીઓએ સૂર્ણ આત્મતિપદ બ્રહ્મચર્યને સદાસાધવું જોઈએ.
વિવેચન –આત્મારૂપદેવનું દેહરૂપમદિર છે. દેહરૂપમન્દિરને ટકાવ બ્રહ્મચર્યથી થાય છે, શારીરિક પુષ્ટિ, વાચિકપુષ્ટિ અને માનસિકપુષ્ટિ માટે વીર્યરક્ષા કરવાની આવશ્યક અનિવાર્ય છે. વીર્યને નાશ કરવાથી મનુષ્ય સત્તા, લક્ષમી, વ્યાપાર, વિદ્યા, સુખ વગેરેથી ભ્રષ્ટ થાય છે, અને તેઓ અન્ય પ્રગતિશીલ પ્રજાના પાદ નીચે કચરાઈ મરી જાય છે. દેશન્નતિકારક, ધર્મોન્નતિકારક, રાન્નતિકારક અને આત્મોન્નતિ આદિ સર્વપ્રકારની જેજે શુભન્નતિ ગણાય છે તેનું મૂલકારણ વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્ય છે. પંડિતે, વિદ્વાન બ્રાહ્મણ, ક્ષત્રિયે, વિશે, શુદ્ર વગેરે સર્વગુણકર્મવિશિષ્ટ મનુષ્ય વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્યને પાળે છે તે તેઓની ઉન્નતિ થઈ શકે છે. ગૃહસ્થમનુષ્યએ કમમાં કમ વશવર્ષપર્યન્ત તે વીર્યની રક્ષા કરવી જોઈએ. પૂર્વના સમયના મનુષ્ય બ્રહ્મચર્યપાલનમાં અત્યંત પ્રખર હતા તેથી તેઓ સ્વતંત્ર રહી સર્વજીના શ્રેયમાં ભાગ લઈ શક્તા હતા. હાલ વીર્યરક્ષા તરફ
For Private And Personal Use Only