________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૩૩ કરવાનાં ધ્યાન વગેરે સાધનેને તપ કહેવામાં આવે છે. અનેકભિન્ન ભિન્ન લક્ષણો વડે તપની વ્યાખ્યા કરી શકાય છે. પ્રાયશ્ચિત્તાદિ આતરતપને પ્રાપ્ત કરીને આધિવ્યાધિ ઉપાધિથી મુક્ત થવું એજ તપદ્વારા પરમસાધ્યકર્તવ્ય છે. નવપદ પૈકી પરમતાપદની જેનશાસ્ત્રોમાં ઉત્તમ વ્યાખ્યા કરવામાં આવી છે. નિકાચિત અને અનિકાચિત કર્મોને નાશ કરવા માટે સવિચારરૂપ, ધ્યાનરૂપ, ભાવનારૂપ, નિરાસકસેવાભક્તિસમાધિરૂપ તપની જેટલી પ્રશંસા કરવામાં આવે તેટલી ન્યૂન છે. ઉત્સર્ગમાર્ગથી અને અપવાદમાર્ગથી તપની આરાધના કરવી જોઈએ. આપત્કાલમાં ધર્માર્થે જે જે કર્તવ્ય કાર્યરૂપ તપે કરવાની આવશ્યકતા રવીકારવામાં આવે છે તેને આપત્તિકાલીનતપ કથવામાં આવે છે. આપત્તિકાલમાં ધર્મ અને ધર્મના રક્ષણ માટે જે જે દુખ સહીને કર્મો કરવામાં આવે છે તેને આપતપ કહેવામાં આવે છે. સૂર્યના કિરણની પેઠે તપથી અનેક પ્રકારના લાભ પ્રાપ્ત થાય છે. આત્માની શુદ્ધતા જે અનુષ્કાનેથી કરવામાં આવે છે અને તેમાં અનેક દુઃખોમાંથી ધીરવીરતાથી પસાર થવું પડે છે તેને તપ કહેવામાં આવે છે. મેક્ષની પ્રાપ્તિ માટે સર્વ દશ્યપદાર્થોની ઈચ્છાઓ ત્યાગ કરવામાં ઉચ્ચ શુદ્ધ તપનું મહત્વ કહ્યું છે. વૈશાખ અને યેઠ માસમાં સૂર્યનો અત્યંતતાપ પડે છે ત્યારે અત્યંત વૃષ્ટિને પ્રારંભ થાય છે તેની પેઠે સર્વમનુષ્યને સ્વાધિકાર નિરાસકતભાવથી કર્તવ્ય કાર્યો કરતાં અત્યંત દુઃખાદિ તાપ વેઠ પડે છે ત્યારે અનંતસુખની પ્રાપ્તિ થાય છે. મેહની સર્વ પ્રકૃતિ પર કાબુ મેળવીને નિર્મોહદશાએ આત્મામાં સ્થિરતા રમણતા કરવી એજ તપ છે. તપના પ્રથમ પગથીએ ચઢવાથી અનુક્રમે ચરમતપની પ્રાપ્તિ થાય છે માટે પ્રથમ વ્યાવહારિક શુભકર્મોના તપની સેવા કરવી પડે છે, યમનિયમની સિદ્ધિ થયા. વિના ધ્યાનસમાધિની પ્રાપ્તિ કરવી તે જેમ અયોગ્ય છે તેમ પ્રથમ બાહ્યતાની સિદ્ધિ કર્યા વિના આન્તરતપની એકદમ પૂર્વભવના સંસ્કાર વિના પ્રવૃત્તિ સેવવી તે અવ્ય ઠરે છે. તપના વિચારનું અને આચારેનું જ્ઞાન કરી આત્માની જ્ઞાનાદિ શક્તિને
For Private And Personal Use Only