________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૭૧
સેવવી પડે છે તેને ર તા કળે છે. જેનદષ્ટિએ અનશન, ઉદરિક, વૃત્તિ સંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ, અને સંલીનતા એ છ ભેદને આત્મશક્તિના વિકાસાર્થે કરતાં બાહ્યતપ તરીકે પ્રબોધવામાં આવે છે. પ્રાથશ્ચિત, વિનય, વૈરાગ્રુત્ય, artણા, iાર અને કાર્યોત્સર્ગ એ છ આત્યંતરિક તપભેદ છે. સંઘની પ્રગતિ માટે, ધર્મની પ્રગતિ માટે, અને આત્માની પ્રગતિ માટે બારપ્રકારના તપની આવશ્યકતા સિદ્ધ કરે છે. વિશાલદષ્ટિએ બારપ્રકારના તપમાં અનેક પ્રકારના તપને સમાવેશ થાય છે. આ ભવમાં આત્માની શક્તિને વિકાસ અને દુઃખને નાશ કરનાર તપ છે તેથી તેને પ્રત્યક્ષ અનુભવ પ્રાપ્ત કરવાની જરૂર છે. તપના નિમિત્તભેદે અનેક ભેદ છે. અને યુદ્ધમાં વિજય માટે તપ કર્યું હતું. પ્રતાપરાણાએ બારવર્ષ વનમાં પરિભ્રમણ કરવાનું તપ કર્યું હતું. શ્રીવીરપ્રભુએ કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે બારવર્ષપર્યન્ત અને પ્રકારનું તપ કર્યું હતું. શ્રીગૌતમબુદ્ધે વનમાં તપ કર્યું હતું, એકલા ઉપવાસ કરવા તેનેજ ફકત તપ કહેવામાં અન્ય તપને નિષેધ થાય છે માટે જ્ઞાનપૂર્વક તપને અનેકભેદનું વરૂપ અવધીને સ્વાધિકારે તપ કરવું જોઈએ. આત્માને પરિણામ જ્યાં હીન થાય અને મન વાણું કાયાની શક્તિની ક્ષીણતા" થાય તથા આત્માના ચોગાને હદબહાર ઉપયોગ કરીને તેને નાશ થાય એવા તપને કદાપિ ન કરવું જોઈએ. મન, વાણી અને કાયાના ચેગાની શક્તિ ન ઘટે અને આત્માના જ્ઞાનાદિગુણોને વિકાસ થાય એવી રીતે તપ કરવાની જરૂર છે. મનની એકાગ્રતા વધે અને સર્વ પ્રકારનાં શુભજ્ઞાનની પ્રાપ્તિ થાય એવી રીતે રવાધિકારે તપ કરવાની જરૂર છે. વિષયવાસનાઓની વૃત્તિ પર જય મેળવવાના જે જે આચારેને આચરવા અને વિચારેને કરવા તેને તપ કથવામાં આવે છે. જે કાલમાં જે ક્ષેત્રમાં સ્વાત્માની, સમાજની, સંઘની અને વ્યાવહારિક સામ્રાજ્યની શક્તિવર્ધક તથા આત્મસમાધિવર્ધક જે જે કર્મો જે જે પ્રવૃત્તિ કરવામાં આવે છે તેને તપ અવધવું. દુષ્ટ રીવાજો, દુષ્ટાચારે, હાનિકરઆચરે,
For Private And Personal Use Only