________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૨૭
તાની વૃદ્ધિ થાય છે. શ્રી સદ્ગુરૂની યાત્રાથી દ્રવ્યસમાધિની અને ભાવસમાધિની પ્રાપ્તિ થાય છે. સર્વ પ્રકારના ધર્મોની સિદ્ધિ માટે શ્રી સક્યુરૂની શ્રેષયાત્રા માનેલી છે. શ્રી સદ્ગુરૂયાત્રાથી અનેક પ્રકારના અસવિચારને અને દુરાચારને નાશ થાય છે, તથા સર્વ પ્રકારની સિદ્ધિની પ્રાપ્તિ માટે કર્મયોગીપદની પ્રાપ્તિ થાય છે. સર્વ પ્રકારની ઉન્નતિની દિશા દેખાડનાર તથા આત્માની જાગૃતિ કરનાર શ્રી સલ્લુરૂના ચરણમાં લયલીન થવું જોઈએ. આત્મજ્ઞાની ગુરૂની પાસમાં વસવાથી તેમના વિચારની અને આચારોની મૂર્તિ બની શકાય છે. શ્રી ધર્માચાર્યની સેવામાં અને તેમની આજ્ઞામાં નિષ્કામભાવે રહેવાથી સર્વ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. વિશ્વમાં જેટલાં તીર્થો છે અને તે તીર્થોથી આત્મારૂપ તીર્થની શક્તિ પ્રકટાવવી એમ શ્રી સદગુરૂ પ્રબોધે છે માટે પૂજ્યજ્ઞાન ગુરૂની યાત્રાને એક વર્ષમાં ઘણીવાર ભક્તિ બહુ માનથી કરવી જોઈએ.
અવતરણ---શુભદાનપ્રવૃત્તિ-તીર્થયાત્રાપ્રવૃત્તિ આદિપ્રબંધકશ્રી સદગુરૂની સેવા ભક્તિ કરવી જોઈએ. તેમની આજ્ઞા પ્રમાણે વર્તી આત્માની શુદ્ધતા કરવી જોઈએ તે દર્શાવે છે. आत्मज्ञानप्रदः सेव्यः सद्गुरुः पूर्णभक्तितः वैयावृत्यादि सत्कृत्यैः कृतज्ञादिगुणान्वितैः ॥२३५॥ सेवा पूजा च कर्तव्या, सद्गुरो भवतः सदा मानसत्कारसंहर्षात्, कर्तव्यं विनयादिकम् ॥२३६॥ सद्गुरो भक्तिसेवादि-कर्मकारकसजनाः लभन्ते सम्पदः सर्वा, ज्ञाननिषूतकल्मषाः ॥२३७॥ आज्ञया सद्गुरो र्लोकाः, कर्म कुर्वन्ति ये सदा लभ्यन्ते सम्पदः सर्वाः, प्राप्तसज्ज्ञानलोचनैः ॥२३८॥ सद्गुरोः सम्मति प्राप्य, शिष्याः सद्धर्मपालकाः आत्मोन्नति परांलब्धा,मुच्यन्ते सर्वबन्धनात् ॥२३९॥
For Private And Personal Use Only