________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રદ્ધા થાય છે અને તીર્થસ્થાનમાં રહેલા સાધુઓના સમાગમથી જ્ઞાનાદિધર્મોની પ્રાપ્તિ થાય છે. જેનાથી દુઃખને અને દુર્ગુણને તરી પેલી પાર ઉતરાય તેને તીર્થ કથવામાં આવે છે. દ્રવ્યતીર્થ, ભાવતીર્થ, સ્થાવરતીર્થ, જંગમતીર્થ, લિકિકતીર્થ અને લોકોત્તરતીર્થાદિ અનેક તીર્થોના ભેદ છે. ઉપાદાનતીર્થ અને નિમિત્તતીર્થ વગેરે તીર્થોના ભેદ અવધવા. તીર્થંકરે આદિની જન્મકલ્યાણકાદિ ભૂમિને તીર્થ કથવામાં આવે છે. માતા, પિતા, દ્રવ્યકલાચાર્ય, ગૃહસ્થ ગુરૂ, વગેરેને લકિકતીર્થ તરીકે અવબોધવામાં આવે છે. તીર્થોના વાસમાં અનેક શુભ શક્તિોને સંપાદન કરવાની આન્તરસાધ્યદષિથી જરા માત્ર વિમુખ ન રહેવું જોઈએ. જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ ગુણેની પ્રાપ્તિ માટે આન્તર સાદેશને હૃદય સમ્મુખ ધારે જોઈએ. આચાર્ય, ઉપાધ્યાય, સાધુ વગેરેની જંગમયાત્રા ગણાય છે. સ્થાવરતીર્થંયાત્રા કરતાં જંગમ તીર્થયાત્રાદિ અનન્તગુણલાભ થાય છે. આધિભૌતિક અને આધ્યાત્મિક શક્તિને ખીલવવા માટે તીર્થયાત્રાની જરૂર છે. મનુષ્યએ હર્ષોલ્લાસથી સાધુઓની યાત્રા કરવી જોઈએ. તાપૂનર્વાનંપુર્ઘ, તીર્થમૂતાદિ સાવર તીર્થ તિવાન, તાઃ સાપુરમામઃ સાધુઓનાં દર્શન પુણ્યરૂપ છે. સાધુઓ તીર્થરવરૂપ છે. સ્થાવરતીર્થો તે અમુક કાલે ફલ આપે છે; પરંતુ સાધુસમાગમ તે તુર્ત ફલ અર્પે છે. પરદેશી રાજાએ કેશકુમારસાધુને સમાગમ કર્યો તેથી પરદેશી રાજાને ધર્મબેધિની પ્રાપ્તિ થઈ. તદ્દત જેઓ ચારિત્રપાત્રસાધુઓની યાત્રાઓ કરે છે તે અવશ્ય તુર્ત ફલને પ્રાપ્ત કરે છે. સ્થાવરતીર્થોની યાત્રાથી હૃદયશુદ્ધિ અને શારીરિક શુદ્ધિ કરવી જોઈએ. તીર્થોની યાત્રાએથી અનેક પ્રકારના વ્યાવહારિકલામેની તથા ધાર્મિક લાભની પ્રાપ્તિ થાય છે. ઉત્તમ સાધુઓની યાત્રાઓ કરીને ઉત્તમ વિચારોની અને સદાચારની પ્રાપ્તિ કરવી જોઈએ. મેક્ષમાગનુસારી અને સમ્યગ્દર્શનમૂલ એવી સાધુતીર્થયાત્રા છે. મેક્ષમાર્ગપ્રસાધક એવી શ્રી સદગુરૂની યાત્રા કરવી જોઇએ. શ્રી ધર્માચાર્યની યાત્રા કરવાથી વિવેકાદિ અનેક ગુણોની પ્રાપ્તિ થાય છે. પરોપકારી શ્રી સદ્ગુરૂના બધે પ્રમાદ વગેરે દુષ્ટ શત્રુઓને નાશ થાય છે અને ક્ષણે ક્ષણે આધ્યાત્મિક નિર્મલ
For Private And Personal Use Only