________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૫
હારા અધિકાર નથી. મનથી, વાણીથી, કાયાથી, લક્ષ્મીથી અને સત્તાથી રજોગુણી દાન, તમેગુણી દાન અને સાત્વિક દાન કરી શકાય છે. રજો ગુણી અને તમોગુણી દાનના ત્યાગ કરીને સાત્વિક ગુણવૃત્તિથી દાન દેવુ જોઇએ. અપ્રશસ્ય અવનતિકારક દાનાને ત્યાગ કરીને પ્રશસ્ય પ્રગતિકારક જે જે દાના જે જે કાલે દેવાનાં હોય તે દેવાં. ત્યાગમાર્ગનુ મૂલ અને ધર્મનું કારણ દાન છે. દાન વિના ત્યાગી થવાતું નથી. સર્વસ્વાર્પણરૂપ દાન દેવાથી ત્યાગ ચેાગે ત્યાગની સિદ્ધિ થાય છે. ગૃહસ્થાએ અને સાધુઓએ સ્વશક્તિથી સર્વ પ્રકારનાં પ્રશસ્ય દાનાને યથાશક્તિ દેવાં જોઇએ કે જેથી આત્માની શક્તિઓના વિકાશડે પરમાત્મપદની પ્રાપ્તિ કરી શકાય.
અવતરણ-આત્મશક્તિપ્રકાશકયાત્રાદિકર્મની કરણીયતા દર્શા
વવામાં આવે છે.
॥૨૩॥
तीर्थयात्रादिकं कर्म, देवपूजादिकं तथा, कर्तव्यं भावतो भव्यै, रान्तरसाध्यदृष्टितः तीर्थयात्राविधानेन, श्रद्धा भवति सुस्थिरा પ્રાંત જ્ઞાનાવિધ ળાં, સતનામયોગતઃ ॥રફરા साधुयात्रा प्रकर्तव्या, हर्षोल्लासेन मानवैः સભ્યતાનમૂઝા સા, મોક્ષમાર્ગાનુસારિળી ॥૨૨॥ कर्तव्या सद्गुरो यत्रा, मोक्षमार्गप्रसाधिका, સર્વધર્મસ્ય સિદ્ધચર્થ, યાત્રા મા કવચ મતા ॥૨॥
શબ્દાર્થ સહ સંક્ષિપ્ત વિવેચનઃ—ભન્યાએ ભાવથી, આન્તર સાધ્યદ્રષ્ટિથી તીર્થયાત્રાદિક કર્મ તથા દેવપૂજા, ગુરૂપૂજાર્દિક કર્મ કરવાં જોઇએ કે જેથી આત્માના ગુણાને પ્રકાશ કરી શકાય. ગુણાની પ્રાપ્તિ માટે તીર્થયાત્રા કર્મ અને દેવપૂજાદિક કર્મ કરવાની જરૂર છે. ગુણાની પ્રાપ્તિ માટે તીર્થયાત્રાપ્રવૃત્તિ કરાય છે. તીર્થયાત્રા વિધાનથી સુસ્થિર
For Private And Personal Use Only