________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૨૪
શબ્દાર્થસહ સંક્ષિપ્ત વિવેચન–અભયદાન, સુપાત્રદાન, ઉચિંતદાન, અનુકંપાદાન અને કીર્તિદાન એ પંચ પ્રકારનું દાન છે. દ્રવ્ય અભયદાન, ભાવ અભયદાન, વ્યવહાર અભયદાન, નિશ્ચય અભયદાન, ઉપશમાદિ ભાવે અભયદાન, લેકિક અભયદાન, લેકેત્તર અભયદાન ઈત્યાદિ અભયદાનના અનેક ભેદ છે, તેનું ગુરૂગમથી સ્વરૂપ અવધવું. સ્વાધિકારે દેશકાલચિતદાન દેવામાં પ્રવૃત્ત થવું. સમ્યક્તત્વવિચારકગૃહસ્થાએ અને ત્યાગીઓએ સ્વાધિકારે પાંચદાન પિકી જે કાલે જે ક્ષેત્રે જે દાન કરવું ઉચિત હોય તે સમયે તે દાન કરવું જોઈએ. અભયદાનની વખતે અભયદાન દેવું અને કીર્તિદાનના પ્રસંગે કીર્તિદાન દેવું. લેકેને સુખકારક દાનસમાન અન્ય કોઈ ધર્મ નથી. શ્રી તીર્થંકરે દીક્ષા ગ્રહણપૂર્વે એક વર્ષપર્યત દાન દે છે. દાન-શીયલ-તપ અને ભાવ એ ચારમાં પ્રથમ દાનની મહત્તા છે. દાનગુણ ખીલ્યાપશ્ચાત શીયલ ગુણ ખીલે છે અને શીયલગુણની પ્રાપ્તિ થયા પશ્ચાત્ તપ ગુણની શક્તિ ખીલે છે. તપની પ્રાપ્તિપશ્ચાત્ ભાવગુણ ખીલે છે. દાનગુણની સિદ્ધિ પશ્ચાત્ બ્રહ્મગુણપાલનની એગ્યતા પ્રાપ્ત થાય છે. જેની દ્રવ્યઅભયદાન અને ભાવઅભયદાન દેવાની યોગ્યતા પ્રાપ્ત થઈ છે તે પંચેન્દ્રિય વિષ
ને જીતીને દ્રવ્યબ્રહ્મચર્ય તથા ભાવબ્રહ્મચર્ય શક્તિની પ્રાપ્તિ કરી શકે છે. વિશ્વના શ્રેયઃ માટે પ્રવૃત્તિ કરનાર વિશ્વસેવકે એ અન્નદાન, જ્ઞાનદાન, વસ્ત્રદાન, પાત્રદાન, વિદ્યાદાન આદિ દાનેને સ્વશક્તિ પ્રમાણે નિષ્કામભાવથી દેવાં જોઈએ. ધર્મવિદ્યામાં વિચક્ષણવિશ્વસેવકોએ વિદ્ધારાય સર્વ પ્રકારની માનસિક, વાચિક, કાયિક, આત્મિક, ધન અને સત્તાની શુભ શક્તિનાં વિશ્વજીને દાન દેવાં જોઈએ. જેટલું વિશ્વજીને નિષ્કામવૃત્તિથી દેવામાં આવે છે તેના કરતાં અનતગણું પ્રાપ્ત થાય છે. જેવું દેવું તેવું લેવું એ કુદતને કાયદો છે. સૂર્યકિરણો દ્વારા જેટલું સાગરેનદી-તળા વગેરેમાંથી જલ ખેંચાય છે તેટલું વાદળાં મારફત પુનઃ વિશ્વજીને મળે છે. યચિતદાન દેવાની પ્રવૃત્તિને મરણતે પણ ત્યાગ ન કર જોઈએ. દાન દેવામાં હારે અધિકાર છે. પરંતુ તેના ફલની ઈચ્છા કરવાને
For Private And Personal Use Only