________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૦૦ જાય છે. શ્રીવીરપ્રભુએ કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને વિશ્વજનના હિતાર્થે ઉપદેશદ્વારા પ્રવૃત્તિ કરી હતી. ગૌતમબુદ્ધ, ઈશુએ, વિશ્વજનની સેવાઓ કરી હતી. સર્વવિશ્વજને જેઓને પૂજ્ય માને છે એવા કર્મ
ગીઓએ વિશ્વજનના હિતાર્થે સર્વસ્વાર્પણ કર્યું હતું. વિશ્વવિદ્યાલ, વિદ્યાપીઠે વગેરે પૂર્વક જે ધર્મમાં સેવાના ઉદાર વિચારે અને આચારે પ્રવર્તે છે તે ધર્મ કે વર્તમાનમાં સ્થાપિત થયેલ હોય તે પણ તે વિશ્વમાં વ્યાપક થઈ વૃદ્ધિ પામે છે તે શ્રીવીરપ્રભુએ સ્થાપિત જૈનધર્મ વગેરેની ઉપર્યુક્તપ્રવૃત્તિમાં વૃદ્ધિ થાય એમાં કંઈ પણ આશ્ચર્ય નથી. ગુણકર્મવિશિષ્ટ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને તે સ્વફરજથી એવી વિશ્વના હિતાર્થે પ્રવૃત્તિ કરે છે, એ ધર્મ વૃદ્ધિ પામ્યા વિના રહેતું નથી. વિશ્વહિતકારક સેવકે બનવાને માટે અપૂર્વ આત્મસામર્થ્ય પ્રાપ્ત કરવું જોઈએ. સમસ્ત વિશ્વજનના હૃદયને જે ધર્મદ્વારા ઉગ્ર વિશાલ શુદ્ધ કરીને સત્યાનંદ શાન્તિ સમર્પી શકે છે તે ખરેખર વિશ્વકર્મયેગી સેવક બની શકે છે. સમસ્ત વિશ્વમાં ધર્મરક્ષણકારક પ્રબંધની જનાએ જવી જોઈએ. દેશકાલાનુસારે સમસ્ત વિશ્વવતિને સર્વ પ્રકારના શુભ ધર્મોની પ્રાપ્તિ થાય છે અને તેઓના આત્માઓ જ્ઞાનદર્શન ચારિત્રાદિ ગુણોથી ખીલી શકે એવી ધાર્મિક પ્રબંધેની યોજનાઓને આચારમાં મૂકવી જોઈએ, તથા મૂકાવવી જોઇએ. દેશકાલાનુસારે તીર્થંકરનામાદિકર્મબંધ કરનારા મહાત્માઓ એવી શુભ ભાવનાપૂર્વક પ્રવૃત્તિ કરી શકે છે. વિશ્વમાં, સંઘ, ધર્મ, વ્યક્તિ, વર્ણ, સમાજ, વિદ્યા વગેરેનું સ્વાસ્તિત્વ રક્ષણ કરવા માટે શુભ કર્મોને કરવાં જોઈએ-કરાવવાં જોઈએ, અને જેઓ કરતા હોય તેઓની અનુમોદના કરવી જોઈએ. ત્યાગી મહાત્માઓએ ઉપર્યુક્ત શુભ કમથી શુભ લાભ થાય એ ઉપદેશ દેવે જોઈએ. ધર્મ વગેરેનું સ્વાસ્તિત્વ રહે છે તે તેથી પરંપરાએ વિશ્વજીને અનેક શુભલાભેની પ્રાપ્તિ થાય છે અને શાન્તિની વ્યવસ્થાઓનું પરિપૂર્ણ અર્પણ, એકબીજાને કરી શકાય છે. ધર્મનું અસ્તિત્વ સંરક્ષવા માટે શુભયુક્તિ વડે જે જે દેશકાલાનુસારે ગ્ય લાગે એવાં આવશ્યક કર્મો કરવાં જોઇએ. દેશકાલાનુસારે ધર્મનું અસ્તિત્વ સંરક્ષે એવા મહાત્મા કર્મ
For Private And Personal Use Only