________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૯૯ તાંબરમાં, દિગબરમાં, વૈદિકમાં, બ્રાદ્ધમાં, ખ્રિસ્તી વગેરે કોઈ ધર્મ મતપંથમાં રહેવા માત્રથી મુક્તિ મેક્ષ થતો નથી. જે જે અંશે રાગ દ્વેષને ક્ષય થાય છે તે તે અંશે આત્માને ધર્મ પ્રકટે છે. રાગદ્વેષના ક્ષયવિના સત્યજ્ઞાનની તથા સત્યવતેની પ્રાપ્તિ થઈ શકતી નથી. જેનામાંથી સર્વથા રાગદ્વેષ ટળી ગયા હોય છે તેનામાં કેવલજ્ઞાનદર્શન વગેરે ગુણે પ્રકટી શકે છે અને તેજ સત્યધર્મને, સર્વજીને ચેગ્યસાપેક્ષધર્મને ઉપદેશ દેઈ શકે છે. જે જે અંશે રાગદ્વેષરૂપકષાય ટળે છે તે તે અંશે કઈપણ મનુષ્ય મહાત્મા બની શકે છે. વિશ્વમાં રાગદ્વેષના ઉપશમ વિના સત્તાધારી, લહમીધારી, વિદ્યાપારીઓને જરા પણું સત્ય શાન્તિ મળવાની નથી. રાગદ્વેષના ક્ષયવિના નીતિધર્મને પણ સમ્યફ પાળી શકાતું નથી. નીતિધર્મની વિશ્વમાં સર્વત્ર વૃદ્ધિ કરવી હોય તે રાગદ્વેષને ક્ષય થાય એ ઉપદેશ આપ જોઈએ, એમ વીતરાગવરપ્રભુ ઉપદેશે છે. રાગદ્વેષના ઉપશમ વિના સત્તા લક્ષ્મી વિદ્યા રાયથી વિશ્વજનેને સત્યશાંતિ વગેરેને લાભ સમર્પ શકાતું નથી. વિશ્વવતિજીના દુઃખને નાશ કરવા માટે અનેક શુપાએ વિશ્વસેવા કરવી જોઈએ. વિદ્ધારકસજજનેએ સાત્વિક બુદ્ધિપ્રવૃત્તિપૂર્વક વિશ્વસેવાનાં સૂત્રોને અનુસરવાં જોઈએ. સમસ્ત વિશ્વમાં સર્વજીને એકસરખી રીતે શાન્તિસુખ મળે એવી રીતે વિદ્ધારક સજજનોએ વિશ્વસેવાની યોજનાઓને ઘીને તે પ્રમાણે પ્રવર્તવું જોઈએ. કર્મયેગીની દશા પ્રાપ્ત કર્યાંથી દેશસેવા, સઘસેવા, સામાજિક સેવા, રાજ્યસેવા અને છેવટે વિશ્વસેવા કરવાની યોગ્યતા પ્રાપ્ત કરી શકાય છે. કર્મયોગી સજજનેએ વિશ્વજનેની સર્વ પ્રકારની ઉન્નતિઓની સેવાર્થે વિશ્વવિદ્યાલયે વગેરેની સ્થાપના કરવી જોઈએ. સર્વજનેપકારી, સર્વજીપકારી વિશાલવ્યાપકદષ્ટિ થયા વિના વિશ્વવિદ્યાલયે વગેરેની સ્થાપના કરી શકાતી નથી. કૂપકદષ્ટિને નાશ થયા પશ્ચાત્ અનંતસાગર જેવી વિશાલદષ્ટિ થવાની સાથે ભેદની પ્રત્યેની માન્યતાઓને વિલય થાય છે. તેવી રીતે વિશ્વ હિતકારક કર્મયોગીઓ જેઓ થાય છે, તેઓની સર્વ પ્રકારની સંકુચિતશુદ્રષ્ટિઓને વિલય થાય છે. તેઓ અનંત આત્મસ્વરૂપ યાને અનન્ત બ્રહ્માસ્વરૂપમય બની
For Private And Personal Use Only