________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૮૧ पिण्डानुभवसयुक्तया, ब्रह्मांडस्य व्यवस्थया कर्तव्यं धर्मवृद्धयर्थं, कर्मवर्णाय यच्छुभम् ॥ १७१ ॥ धर्माधिकारयुक्ताःस्यु, सर्ववर्णा व्यवस्थया, वर्णकर्मानुसारेण, धर्मकर्मव्यवस्थितिः ॥ १७२ ॥ ब्राह्मणाः क्षत्रिया वैश्याः, शूद्राश्चस्वस्वकर्मसु संयतनाविवेकेन, वर्तन्ते धर्मसाधकाः ॥ १७३ ॥
શબ્દાર્થ –વિશ્વમાં ત્યાગી નિરાસક્ત બ્રહ્મજ્ઞાનિ શીર્ષસમાન ધર્મશાસ્ત્રોમાં કચ્યા છે. ક્ષત્રિય ખાતુલ્ય, વૈશ્ય ઉદર સમાન અને શકે પાદસમાન આચારાદિની વ્યવસ્થાવડે કચ્યા છે. બ્રહ્માંડમાં અર્થાત લોકમાં જેમ ગુણ કર્માનુસારે મનુષ્યના ચારવર્ણ વિભાગ પડે છે તેમ પિંડમાં અર્થાત્ શરીરમાં પણ ચારવર્ણની યેજના કરવી. પિંડાનુભવ સદ્ભકલ્યા અને બ્રહ્માંડની ચારવર્ણવ્યવસ્થાએ જે વર્ણને માટે જે શુભ કર્મ હોય તે વર્ણ તે કર્મ વસ્તુતઃ ધર્મવૃદ્ધયર્થ કરવું જોઈએ. બ્રાહ્મણ ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચારવણે ગુણકર્મની વ્યવસ્થા વડે સર્વજ્ઞ વીતરાગપરમાત્માના ધર્મના અધિકારી હોય છે વર્ણકર્માનુસારે ધર્મકર્મવ્યવસ્થા છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રો સ્વસ્વાધિકાર કર્મોમાં સંયતના (જ્યણા) વિવેકવડે ધર્મકર્મ સાધક બને છે.
વિવેચન –ગુણકર્મવિભાગથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ધ એ ચાર વર્ણોમાં વિશ્વવતિસર્વમનુષ્યને સમાવેશ થાય છે. બ્રાહ્મ
દિવાની ગુણકર્માનુસારે સર્વ દેશમાં સર્વથા સર્વદા આવશ્યકતા છે. ગુણકર્માનુસારે બ્રાહ્મણદિવર્ણવિશિષ્ટ મનુષ્ય આ વિશ્વમાં સર્વ પ્રકારની વ્યાવહારિક કર્તવ્યકાર્યોની તથા ધર્મકાર્યોની વ્યવસ્થા સંરક્ષી શકે છે. જ્ઞાન ધ્યાન સમાધિ વગેરે ગુણે જેનામાં હોય છે અને જેઓ મમત્વના ત્યાગીઓ હોય છે તેઓ બ્રાહ્મણે ગણાય છે. બ્રહ્મ અર્થાત્ આત્માનું સંપૂર્ણ જ્ઞાન જેનામાં પ્રગટે છે તેને બ્રાહ્મણ કહેવામાં આવે છે. જેનામાં અનેક પ્રકારના સુવિચારે પ્રગટે છે અને જે આત્મજ્ઞાનવડે વધતું જાય છે તેને બ્રાહ્યણ કથવામાં આવે છે. ધર્મશાસ્ત્રનું
૧૧૧
For Private And Personal Use Only