________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૮૨ પઠનપાઠન અને સર્વમનુષ્યોને સવિદ્યાથી ધર્મમાં પ્રવર્તાવવા એજ બ્રાહ્મણનું લક્ષણ છે. સમસ્ત વિશ્વમનુષ્યને જેઓ ધર્મને બોધ આપવા લાયક હોય છે અને સર્વજ્ઞ વીતરાગપરમાત્મકથિત ધર્મને વિસ્તાર કરવા કરાવવામાં જેઓએ પ્રાણ સમર્પણ કર્યા હોય છે તેઓને બ્રાહ્મણ કથવામાં આવે છે. સમસ્ત વિશ્વમનુષ્યને જેઓ ધર્મના વિચારમાં અને સદાચારમાં આદર્શવત્ બની ગ્ય ધર્મના શાસ્તા બને છે તેઓને બ્રાહ્મણે કથવામાં આવે છે. ક્ષત્રિયાદિ વર્ણને ગુણકર્મનું શિક્ષણ આપીને સ્વસ્વધર્માનુસારે તેઓને ધર્મમાં અપ્રમત્ત બનાવે છે તેઓને બ્રાહ્મણ કથવામાં આવે છે. તસ્વનિર્ણયપ્રાસાદ ગથમાં, આચારદિનકરમાં અને જૈનદષ્ટિપ્રતિપાઘનિગમમાં ચારે વર્ણના ગુણકર્માનુસારે આચારે પ્રબોધ્યા છે. જૈનશાસ્ત્રોમાં અને વૈદિક શાસ્ત્રોમાં ગુણકર્માનુસારે ચારે વર્ગોનું સ્વરૂપ વર્ણવવામાં આવ્યું છે. ગુણકર્મોની અવ્યવસ્થા થવાથી આધ્યાત્મિક ધર્મની પ્રાપ્તિમાં ઘણી હાનિ ઉદ્ભવે છે. સર્વ જીવોનું વિશ્વમાં જેઓ ન્યાયધર્મપૂર્વક રક્ષણ કરે છે તેઓને ક્ષત્રિયે કથવામાં આવે છે. શસ્ત્રાસબળપૂર્વક પૃથ્વી રાજના જેઓ શાસ્તા બને છે અને સાધુઓ, બ્રાહ્મણ, દેવળે, ગાયે વગેરેનું રક્ષણ કરે છે તથા અન્યાયથી દુષ્ટોના હસ્તે પીડાતા મનુષ્યનું ધર્યયુદ્ધાદિવડે રક્ષણ કરે છે, તેઓને ક્ષત્રિયે કથવામાં આવે છે. ક્ષત્રિવિના ધર્મને નાશ થાય છે. અતએવા ક્ષાત્રધર્મ વિશિષ્ટ ક્ષત્રિયેની વિશ્વમાં આવશ્યકતા સિદ્ધ કરે છે. વ્યાપારકલાદિવિશિષ્ટ વૈશ્યવર્ગની પણ વ્યાવહારિક દૃષ્ટિએ આવશ્યક્તા સિદ્ધ ઠરે છે અને તેમજ પાદસમ શૂદ્રવર્ગની પાદવિશ્વસેવાર્થે આવશ્યક્તા સિદ્ધ કરે છે. બાહુઓ જેમ શરીરનું રક્ષણ કરવા સમર્થ છે તેમ ક્ષત્રિયે પણ ધામિકમનુષ્ય વગેરેનું રક્ષણ કરવા સમર્થ હેય છે. પેટ જેમ શરીરના દરેક અવયવનું પિષણ કરવા સમર્થ છે તેમ વિશ્વવર્ગ પણ વ્યાપારાદિવડે સમાજનું–દેશનું અને વિશ્વવતિ સર્વનું યથાયોગ્ય રીતે પિષણ કરવા સમર્થ બને છે. પાદ જેમ શરીરની સેવા માટે ગમનાદિ પ્રવૃત્તિરૂપ સેવા કરવા તત્પર હોય છે તેમ શુદ્ધ વર્ગ અર્થાત્ સેવકવર્ગ પણ સર્વ વિશ્વની સેવા કરવાને ગ્યતાવંત
For Private And Personal Use Only