________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
9
વિવેચનઃ—વિશ્વમાં ધામિકમનુષ્યેાના અસ્તિત્વની અત્યંત આવશ્યકતા છે. ધાર્મિકમનુષ્યા વિશ્વમાં સર્વજીવાનુ શ્રેય કરવા સમર્થ અને છે. દયા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, નીતિ, પ્રામાણ્ય, સર્વજીવાપર મૈત્રી ભાવ, માધ્યસ્થ, કારૂણ્ય, પ્રમેાદ, ગુણાનુરાગ આગુિણાવાળા મનુષ્ય ધાર્મિકગણાય છે. દૈયા, સત્ય, શુદ્ધપ્રેમ, પરોપકારાદ્વિગુણાવિના કોઈ મનુષ્ય ધર્મી અની શક્તા નથી. માર્ગાનુસારી ગુણાત્રિના સમ્યકત્વાદિ ધર્મની પ્રાપ્તિ થઈ શક્તી નથી. સાધુઓ વગેરેની ભક્તિ કરવાના ગુણવાળા મનુષ્ય ધાર્મિક થાય છે. શ્રતધર્મ અને ચારિત્રધર્મની અમુકાશે પ્રાપ્તિની અપેક્ષાએ મનુષ્ય ધાર્મિક કથાય છે. ગુણાત્રિના ફક્ત અમુક જાતની રીઢિક ધર્મક્રિયા કરવા માત્રથી કાઈ ધર્મીમનુષ્ય અનીશકતા નથી. ગુણાવિનાના ધાર્મિકક્રિયાના ઘટાટોપ નકામેા છે એવુંઅવધીને ઔદાર્યષ્ટિથી અમુક જાતના વિચાર વર્તુલમાત્રથી સંકુચિત અનીગુણાની પ્રાપ્તિ કરવામાં પાછા ન હઠવું જોઇએ. મનુષ્યાને દેખીને જે હૃદયમાં દ્વેષધારણ કરે છે તથા દેશભુલાદિભેદે મનુષ્યા વગેરેમાં પરસ્પર ભેદભાવ ધારણ કરીને મનુષ્યાને આત્મવત્ અવલોકી શકતા નથી તે ધાર્મિક બની શક્તા નથી. અમુક પંથના અમુકધર્મના નામે ગણાતા સર્વમનુષ્યમાં દયાળુણા સંપૂર્ણતયા ખીલ્યા હોય વા ખીલે છે. એવા સર્વથા નિયમ ખાંધીશકાતા નથી. જેનામાં ઉદાર ભાવના છે અને સર્વજીવાની ઉન્નતિ કરવા આત્મભાગ આપે છે તે ધાર્મિક મનુષ્ય ગણાય છે. સદ્ગુણાથી ગમે તે દેશના અને ગમે તે જાતિના મનુષ્ય ધર્મી અનીશકે છે. જૈનધર્મીઓના અસ્તિત્વ ઉપર જૈનધર્મના અસ્તિત્વના આધાર રહેલા છે. જૈનધાર્મિકાના અસ્તિત્વની સંરક્ષા માટે દેશકાલાનુસાર જેજે ઉપાયા આદરવા જોઈએ તે આદરવામાં આવશે તા જૈનધામિકાનું વિશ્વમાં અસ્તિત્વ રહી શકશે. જેનાની સંખ્યા હાલ તેરલાખની છે. દેશકાલાનુસારે જૈનધાર્મિ કાનુ' અસ્તિત્વ રહેવા વિશાલ દ્રષ્ટિથી ઉપાયા લેવાની જરૂર છે. વિશાલ દૃષ્ટિ અને આત્મવત્ સર્વ જીવાને ગણી તેની સેવા કર્યાવિના ધામિકમનુષ્યની વૃદ્ધિ અને તેનું અસ્તિત્વ સંરક્ષી શકાતું નથી. સર્વમનુષ્યોને ધર્મપ્રાપ્ત કરવાની ઈચ્છા હોય છે પરંતુ તેઓની દૃષ્ટિમાં સુધારો થાય તથા તેનામાં
For Private And Personal Use Only