________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૩૭ જ મારા મનમાં જે ગભરાટ વ્યાપી જાય છે, તેનું વર્ણન સર્વથા અશકય છે, ગમે તેવી એક કારણ પરંપરાને તમારા સમક્ષ રજૂ કરીને તમારે મારા તે કથનમાં વિશ્વાસ બંધાવવા માટે મારી બુદ્ધિ ગમે તેવાં આડા અવળાં ફાંફાં મારવા મંડી જાય છે, પરંતુ કેઈ એક-અવતારી પુરૂષને તમે એજ પ્રશ્ન પૂછયે હેય, તે તેનામાં તમે સાક્ષાત્ પરમેશ્વરને સાક્ષાત્કાર કરાવી આપવાનું સામર્થ્ય રહેલું હોય છે. “પરમેશ્વર છે, એમ તમે શા આધારે કહી શકે છે ? એ પ્રશ્નના ઉત્તરમાંઅવતારી-પુરૂષ માત્ર એટલા શબ્દ જ ઉચ્ચારે છે કે;–“જુઓ, આ રહો પરમેશ્વર !” તેને અને પરમેશ્વરને બુદ્ધિગમ્ય માર્ગથી મેળાપ થયેલે હોતે નથી. બુદ્ધિના ઘટપટની ખટપટ કરીને તેણે પરમેશ્વર ના અસ્તિત્વને સિદ્ધ કરેલું હેતું નથી. કિંતુ તેણે પરમેશ્વરના અસ્તિત્વને પ્રત્યક્ષ મિલનથી જ સાક્ષાત્કાર કરેલું હોય છે. તે કયાંય અંધકારમાં અટવાયા કરતું નથી, કિંતુ પ્રકાશ તેની દષ્ટિ સમક્ષજ હોય છે. આ ટેબલ મારી દ્રષ્ટિથી મને દેખાય છે, એટલે હવે કોઈ ગમે તેટલા અને ગમે તેવા બુદ્ધિવાદથી એમ સિદ્ધ કરવાને યત્ન કરે છે, આ ટેબલનું અસ્તિત્વ છેજ નહિ, તે હું તેના કથનને સત્ય તરીકે સ્વીકારી શકીશ ખરે કે ? હું જ્યાં આ ટેબલને પ્રત્યક્ષ જોયા કરું છું, ત્યાં પછી વિરૂદ્ધ પક્ષનાં ગમે તેટલા પ્રમાણે હય, તે પણ મને તે ગાય કિવા માન્ય ન થાય, એ સર્વથા સ્વાભાવિક જ છે. એજ નિયમ મહાત્માઓના સંબંધમાં પણ લાગુ પડે છે. તેમનાં અવતારકાર્ય, તેમના માર્ગ અને તેમના અંતિમ હેતુ આદિ સર્વ તેમની દ્રષ્ટિ સમક્ષજ હોય છે, અને તેથી કેઈપણ પ્રકારની પરિસ્થિતિના ગે તેમના ચિત્તને ભ્રમને સ્પર્શ થઈ શકતું નથી. તેમનામાં આત્મવિશ્વાસ સંપૂર્ણતાથી વસતે હોય છે, અને તેમના જે આત્મવિશ્વાસ કઈ પણ પ્રકારના સામાન્ય મનુષ્યમાં મળી આવતા નથી જ. પરમેશ્વરનું અસ્તિત્વ તમને માન્ય છે ખરું કે ?” જે પુનર્જન્મને તમે માને છે ખરા કે? “અથવા જ અમુક એક જન્મ તમને માન્ય છે ખરે કે?” ઈત્યાદિ પ્રક આપણે એક બીજાને પૂછયા કરીએ છીએ, પરંતુ એ પ્રશ્નનાં નિશ્વિત ઉત્તરે આપવા માટે કિવા મેળવવા માટે જે મૂળ આધારની આવશ્યકતા હોય છે, તે
For Private And Personal Use Only