________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૩૮
મૂળ આધારને જે આપણામાં અભાવ છે. આપણે મૂળ પાયાને જ ભૂલી ગયા છીએ; અને એ પાયે તે અન્ય કોઈ નહિ, પણ કેવળ આત્મવિશ્વાસ કિંવા આત્મશ્રદ્ધાજ છે. જેનામાં આત્મવિશ્વાસ જ નથી તેના મનમાં બીજાઓ વિષેને વિશ્વાસ કેવી રીતે ઉત્પન્ન થાય વારૂ ? મારૂં પિતાનું જ અસ્તિત્વ નિશ્ચિત છે. કે નહિ, એનેજ પ્રથમ તે. મને નિશ્ચય નથી. એક ક્ષણે મારું અસ્તિત્વ સાર્વકાલિક ભાસતું હોવા છતાં અન્ય ક્ષણે હું મૃત્યુના ભયથી થરથર કંપવાં મંડી જાઉં છું; એક ક્ષણે હું અમર છું, એમ મને ભાસે છે, અને દ્વિતીય ક્ષણે કઈ એક યત્કિંચિત કારણથી હું કરું છું અને ક્યાં છું, એટલા ભાનને પણ હું ભૂલી જાઉં છું; અર્થાત્ હું જીવતો છું કે મરી ગયે છું એ પણ મારાથી સમજી શકાતું નથી. એનું કારણ કેવળ એટલુંજ છે કે, મારામાં આત્મવિશ્વાસને સર્વથા અભાવ છે, જે પાયાના આધારે ઈમારત ચણવાની છે, તે પાયેજ ઉખડી ગએલે છે. અને તેજ એ પરિસ્થિતિનું મૂળ કારણ છે, મહાત્માઓ અને સામાન્ય મનુષ્ય મધ્યે જે ભેદ રહેલો છે, તે એજ છે. મહાત્માઓનાં અંતઃકરણમાં સંપૂર્ણ આત્મવિશ્વાસને નિવાસ હોય છે, એમ નિત્ય આપણું જોવામાં આવ્યા કરે છે, અને તેમનામાં આટલે બધે આત્મવિશ્વાસ કેવી રીતે ઉદ્ભવે છે, એ આપણાથી કળી શકાતું નથી. મહાત્માએ પિતાવિષે જે કાંઈ પણ કહે છે તે તેમના કથનની ઉત્પત્તિ કરવાને આપણે અનેકમાર્ગે પ્રયત્ન કર્યા કરીએ છીએ તેનું કારણ પણ એજ છે. મહાત્માના એક વચનવિષે સહસ્ત્ર મનુષ્યની સહસ્ત્ર ઉત્પત્તિઓ બહાર પડે છે તેનું કારણ પણ એજ છે તેમને તેમને અનુભવ કેવીરીતે થયે, એનું રહસ્ય આપણુ જાણવામાં હેતું નથી. અને તેથી જ તેમનાં વચને તત્કાળ આપણુ ગળામાં ઉતરી શકતાં નથી, એટલે પછી તેમને સમજી લેવા માટે આપણે સહસાવધિ પ્રકારના પ્રયત્ન કર્યા કરીએ છીએ. મહાત્માએ બેલવા માંડે, એટલે સમસ્ત જગત્ એકતાનતાથી તેમનું ભાષણ સાંભળવા માંડે છે. તેમના ભાષણમાંને પ્રત્યેક શબ્દ શુદ્ધ અનુભવસિદ્ધ હોવાથી તે પ્રત્યેક શબ્દ એક એક બાણ સમાન જ હોય છે. તેમના પ્રત્યેક શબ્દનાં પૃષ્ઠ ભાગમાં સાક્ષાત્ વિશ્વશક્તિ ઉભેલી
For Private And Personal Use Only