________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫ જય પ્રાપ્ત કરી શકાય છે. આત્મજ્ઞાનીગીતાર્થમહાત્માઓ ધર્માવતારરૂપ હોય છે તેથી તેઓના ચરણોમાં શીર્ષ નમાવીને તેઓની આજ્ઞાઓને પૂર્ણશ્રદ્ધા બલવડે શીર્ષાવિઘ કરવામાં આત્મોન્નતિ થાય છે. ભૂતકાલીનજ્ઞાનીમહાત્માએ તેને દેશકાલના ધર્મપ્રવર્તક હતા અને વર્તમાનકાલી નક્ષેત્રદેશપરત્વે ભિન્ન ભિન્ન મહાત્માઓ આત્માઓની શુદ્ધતા કરવામાં ધર્મપ્રવર્તકે છે. ધર્મને પ્રવર્તાવનાર અવતારી મહાપુરૂષે માટે વેદાન્તી સ્વામી વિવેકાનન્દ શું કથે છે તે વિવેકાનન્દવિચારમાળાના પાંચમા પુષ્પમાંથી નીચે પ્રમાણે ઉતારે કરવામાં આવે છે.
કઈ એક મનુષ્ય જેજસ ક્રાઈસ્ટને કહ્યું કે, “પરમેશ્વર સાથે મારે મેળાપ કરાવી આપે !” એટલે તેના ઉત્તરમાં કાસ્ટે કહ્યું કે, જેણે મને જે છે, તેણે પરમેશ્વરને જ જોયે છે !” જેજસ કાઈસ્ટ એક માનવદેહધારી હિતે, એટલીજ વાર્તા આપણા ધ્યાનમાં રહેલી છે. પરમેશ્વર સર્વત્રવ્યાપક છે, જ્યાં તેની વ્યાપક્તા ન હોય, એવું કોઈપણ સ્થાન છેજ નહિ, પરંતુ આપણી મનભૂમિકાજ એવા પ્રકારની રચાયેલી છે કે, અવતારી પુરૂષના પરિચયથીજ આપણે તેને ઓળખી શકીએ છીએ. જે જે વેળાએ અવતારી પુરૂષે નિર્માણ થાય છે, તે તે વેળાએ માનવમનને ઈશ્વરના અસ્તિત્વને સાક્ષાત્કાર થાય છે. જન્મથીજ એ અવતારી પુરૂષની અને આપણા સામાન્ય મનુષ્યની દિશા ભિન્ન ભિન્ન હોય છે. આપણે આ જગતમાં જન્મ ધારણ કરીએ છીએ, તે વેળાએ કેવળ એક ભિક્ષુક જેવા હોઈએ છીએ અને મહાત્માઓ જન્મ સમયમાં પણ સાર્વભૌમ રાજા જેવા હેય છે. આપણે એક અનાથ બાળક જેવા હોઈએ છીએ. માર્ગને ભૂલી ગયેલે મનુષ્ય જેવી રીતે ઇતસ્તતઃ ભટકતે હોય છે, તેવી જ આપણું સામાન્ય મનુષ્યની સ્થિતિ છે. આપણે જન્મ શામાટે ધર્યો છે અને આપણું કર્તવ્ય શું છે; ઈત્યાદિ અનેક પ્રશ્નનાં આપણથી ઉત્તરે આપી શકાતાં નથી. આપણા જન્મ અને--આયુષ્ય કમને અંતિમ હેતુ શું છે, એ આપણુથી કહી શકાતું નથી. આજે આપણે એક રીતે વર્તતા હોઈએ, તે આવતી કાલે વળી આપણા વર્તનને બીજે જ પ્રકાર જોવામાં આવે છે. સમુદ્રમાં પડેલે એક
For Private And Personal Use Only