________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૩૪
સહન કરવાના પ્રસંગ પ્રાપ્ત થાય છે. તેવા પ્રસંગે આત્મજ્ઞાની સદ્ગુરૂની આજ્ઞાપ્રમાણે શ્રદ્ધાભક્તિથી ભવ્ય મનુષ્ય પ્રવર્તે છે. અધર્મીઓથી, જડવાદીઓથી ધર્મનું રક્ષણ કરવા માટે વર્તમાનકાલમાં જે શુભાશુભ સંયોગો ઉત્પન્ન થાય છે તે સમયે વર્તમાનકાલીનગુરૂ તે તે ધર્મકર્મને દર્શાવીને ધર્મનું રક્ષણ કરી શકે છે. ફક્ત ભૂતકાળનાં આગમા પ્રમાણે વર્તવાની એકાન્ત માન્યતાના એકાન્તે અસ્વીકાર કરી વર્તમાન આવશ્યક ધર્મકર્તન્યાને કરવામાં અમુકરીતિથી પ્રવર્તવું જોઇએ. ભૂતકાલનાં આગમે અને નિગમાને જાણનાર આત્મજ્ઞાની વર્તમાનકર્તવ્યને અવબોધી શકે છે તેથી આગમાથી અને નિગમોથી અવિરૂદ્ધપણે અમુક ઘટતાં ધામિક આચારનાં પરિવર્તન કરીને સમાજની, સઘની ઉન્નતિ માટે તે અન્ય મનુષ્યને ધર્મકર્મની આજ્ઞા આપી શકે છે. તે આજ્ઞા ખાસ પ્રભુના તરફથી થએલી છે એવું અવખાધીને ભવ્ય મનુષ્યાએ તે પ્રમાણે પ્રવર્તવું જોઈએ. આત્મજ્ઞાની ગીતાર્યગુરૂની ધર્મકર્મની આજ્ઞામાં શંકા કરવી નહીં. કારણકે વર્તમાનકાલીન આત્મજ્ઞાની ગુરૂની આજ્ઞામાં શંકા કરવાથી સ્વાત્માની, સંઘની, દેશની અને સમાજની પતિતદશા થાય છે. તેમની ધર્મકર્મની આજ્ઞામાં શંકાકરવાથી સંચામા વિનાંતની દશા પ્રાપ્ત થયાવિના રહેતી નથી. ખાજાકામના ગુરૂ આગાખાન છે તેની આજ્ઞા પ્રમાણે તે કામના મનુષ્યા વર્તે છે. તેથી અલ્પકાલમાં તે કામના લેાકેા દેશમાં સમાજમાં અગ્રગણ્ય થવા લાગ્યા છે. આત્માની પરમાત્મદશા કરવા માટે અને વર્તમાનાવસ્થામાં ધર્મકરવા માટે સ્વચ્છન્નતાનો ત્યાગકરીને ગુરૂના સર્વદેશીય આચારાપર અને વિચારાપર પૂર્ણ શ્રદ્ધાભક્તિ ધારીને અને તેમાંજ સર્વેની ઉન્નતિ છે એમ માનીને ધર્મકર્મમાં પ્રવર્તવું જોઇએ. આત્મજ્ઞાની ગીતાર્થગુરૂઓ એક દેશીય કર્તવ્યકર્મની વ્યાખ્યા કરતા નથી તેતે વિશ્વના સર્વ મનુષ્યાની ઉન્નતિ થાય અને તે આત્મમયજીવન, પ્રભુમયજીવન પ્રાપ્તકરે એવી સર્વદેશીય બ્યાપક શૈલીથી ઉપદેશ પ્રવૃત્તિ કરે છે અને સર્વજનાને તેના અધિકાર પ્રમાણે ભિન્ન ભિન્ન ધર્મકર્મપ્રવૃત્તિ દર્શાવે છે. માટે તેનાપર અને કર્તવ્ય ધર્મકર્મપર પૂર્ણશ્રદ્ધા ધારવી જોઇએ. પૂર્વાશ્રદ્ધા સંહનૈવ શ્રદ્ધાવાહમતે જ્ઞયમ્ એ સૂત્ર સર્વથા સર્વદા સત્ય છે. પૂર્ણશ્રદ્ધા બલથી દરેક ધર્મકર્મપ્રવ્રુત્તિયાથી પ્રવત'ને ઇચ્છિતકાર્યની સિદ્ધિના
For Private And Personal Use Only