________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૩ર
શુભન્નતિ કરી શકાય છે. જનાગમ અને જૈન આર્યવેદ, ગ્રન્થના આધારે આત્મજ્ઞાની ગુરૂઓની સેવા કરવી જોઈએ. પરંતુ વર્તમાન કાલીન સર્વ પ્રકારની પ્રગતિના જ્ઞાતાગીતાર્થ ગુરૂરૂપ આચાર્યની આજ્ઞામાં સર્વગમની અને આર્ય વેદની ધર્મશાસ્ત્રની આજ્ઞાએ સમાઈ ગએલી છે એવું યાવત્ ન અવધવામાં આવે તાવત્ આત્મજ્ઞાની ગુરૂપર શ્રદ્ધાભક્તિ થતી નથી. આત્મજ્ઞાની ગુરૂની શ્રદ્ધાભક્તિ પૂર્વક તેમના સવિચારેપર વિશેષ લક્ષ્ય આપવું જોઈએ. ભૂતકાળમાં જેજે આ ત્મજ્ઞાની ગુરૂઓ થયા તેઓએ તે તે ક્ષેત્રકાલાનુસારે ધમજીને ધર્મકાર્યમાં પ્રવર્તાવ્યા હતા. પરંતુ તે ઉપર લક્ષ્ય રાખીને વર્તમાન કાલીન આત્મજ્ઞાની ગુરૂનાં વચને પર પૂર્ણ વિશ્વાસ ન રાખવામાં આવે અને ભૂતકાલીન શાસ્ત્રના આધારે વર્તમાનકાલીન ગુરૂના આચારે જોવામાં દેશદષ્ટિને આગળ કરવામાં આવે છે તે તેનું પરિણામ એ આવે છે કે વર્તમાનકાલીન આત્મજ્ઞાની ગુરૂને અનાદર થાય છે અને તેથી આત્માની શક્તિને ખીલવી શકાતી નથી. તથા તે શક્તિથી ધર્મની વૃદ્ધિ કરી શકાતી નથી. ભૂતકાલની તે સમયની પરિસ્થિતિ, તત્સમયની ક્ષેત્રસ્થિતિ, અને વર્તમાન સમયની પરિસ્થિતિ તેથી ભિન્ન હેય તેથી ભૂતકાળના મંતવ્યને આગળ કરી વર્તમાનકાલીન ગુરૂના આચારે અવકતાં ફેરફાર દેખાય અને તેથી વર્તમાનગુરૂ કે જે વર્તમાન સમયના ધર્મનેતા હોય તેઓ પર શ્રદ્ધા નહીં રાખવાથી સમાજ સંઘ વગેરેની અવ્યવસ્થા થઈ જાય છે. ભૂતકાલના અને વર્તમાનકાળના કેટલાક ધમચારે એક સરખા રહી શકે છે અને કેટલાક ધર્માચારે એક સરખા રહી શકતા નથી, અને તેનું રહસ્ય તે ગીતાર્થ ગુરૂ વિના બાળજી જાણી શકતા નથી. માટે વર્તમાનકાલીન મનુષ્યએ ધર્માચાર પરિવર્તનનું સ્વરૂપ, ગુરૂ મુખથી ધારવું જોઈએ. દેશકાલ વેગે વર્તમાનકાળમાં અનેક પરિસ્થિતિ ઉભી થાય છે અને તેથી ધર્મરક્ષણાર્થે ભૂતકાલના આચારેથી અને વિચારેથી વર્તમાનકાલના આચાની અને વિચારેની પ્રવૃત્તિમાં ભિન્નતા થાય એ સ્વાભાવિક છે. વર્તમાનકાલમાં જેવી ધર્મપ્રવૃત્તિ માટે આત્મજ્ઞાની ગુરૂ આજ્ઞા કરે તે પ્રમાણે પ્રવતવું જોઈએ. ધર્માચારશાસ્ત્રમાં અને ધર્માચારમાં
For Private And Personal Use Only