________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૩૨
ભૂતકાલીન અને વર્તમાનકાલના સર્વ શાસ્ત્રોનાં રહસ્ય સમાઈ જાય છે. આત્મજ્ઞાની ગીતાર્થ ગુરૂઓના અનુભવે તે સર્વશાસ્ત્ર-આગમે છે. એવું પ્રબંધીને શ્રદ્ધાભક્તિપૂર્વક તેમની આજ્ઞાવડે ધર્મકર્મો કરવાં જોઈએ. સર્વ આગના જ્ઞાતાજ્ઞાની ગુરૂના વિચારોમાં સર્વ પ્રકારની ઉન્નતિ સમાયેલી છે. આત્મજ્ઞાની ગીતાર્થગુરૂઓ પર સર્વ કરતાં વિશેષ શ્રદ્ધાભક્તિ ધારણ કરવી જોઈએ કે જેથી વર્તમાનકાલમાં પિતાની સર્વશુભશક્તિને મન, વચન, કાયા અને ધનાદિકથી ખીલવી શકાય. વર્તમાનકાલમાં શ્રી સદ્ગુરૂજી જે ઉપકાર કરે છે તે ઉપકાર કઈ કરવા શક્તિમાન થતું નથી. વર્તમાનકાલમાં એક સદ્ગુરૂની આજ્ઞાથી જેટલી ઉન્નતિ કરી શકાય છે તેટલી અન્ય કેઈથી કરી શકાતી નથી. અતએ વર્તમાનકાલમાં આત્મજ્ઞાની સદ્ગુરૂની આજ્ઞા પૂર્વક સર્વ પ્રકારની પ્રવૃત્તિ કરવી અને સમાજ, સંઘાદિની સેવા માટે ગુરૂની આજ્ઞા પ્રમાણે સર્વ શુભ શક્તિનું સમર્પણ કરવું જોઈએ, સમાજ, સંઘ અને દેશ રાજ્યની ઉન્નતિ કરવામાં શ્રી સદગુરૂની આજ્ઞાજ વર્તમાનકાલમાં સર્વથા ઉપયોગી છે. આત્મજ્ઞાની ગુરૂની આજ્ઞા વિના વર્તમાનમાં પ્રવૃત્તિ કરનારા મનુષ્ય, સર્વશક્તિોનું એકીકરણ કરી શકતા નથી. અએવ આત્મજ્ઞાની ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તવામાં સત્યધર્મની આરાધના કરી શકાય છે. આત્મજ્ઞાની સદ્દગુરૂ, આત્માને અને પરમાત્માને સાક્ષાત્કાર કરીને વર્તમાનકાલમાં ધર્મકર્મો કે જેજે કરવા લાયક હોય છે તેઓને સ્વાધિકારે દર્શાવી શકે છે. જેન આર્યગમે જન આર્યનિગમે વગેરેમાં જે તત્વજ્ઞાનનો માર્ગ છે તે એકસરખે સદાકાયમ રહે છે તેથી તેમાં પરિવર્તન થતાં નથી. પરંતુ ચારિત્રચારમાં તે પરિવર્તને થયા કરે છે તેમાં સ્વાત્મા માટે જે યોગ્ય ચારિત્ર કમે, ધર્મ પ્રવૃત્તિ હોય તેઓને આદરવી જોઈએ. વ્યક્તિની, સમષિની, સમાજની, સંઘની, દેશની અને વિશ્વની ઉન્નતિમાં આત્મજ્ઞાની મહાત્માઓ ગુરૂઓ જેટલે આત્મભોગ આપી શકે છે તેટલું કેઈ આત્મભોગ આપી શક્તો નથી. સત્તા અને શસ્ત્રબળથી દુનિયાના મનુષ્યોની વાસ્તવિક ઉન્નતિ કરી શકાતી નથી પરંતુ આત્મજ્ઞાની ગુરૂઓની આજ્ઞાથી તે કર્તવ્યધર્મકર્મથી સર્વ પ્રકારની
For Private And Personal Use Only