________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૨૦
કરવામાં સ્વતંત્ર બની શકશે. આત્મજ્ઞાની ગુરૂઓના પર પૂર્ણ પ્રેમ ધારણ કરે, આત્મજ્ઞાની ગુરૂઓ તમારા માટે અવતારભૂત છે તેઓનું અવલંબન કર્યાથી તમારે ઉદ્ધાર થવાને છે. માટે તેઓની સેવા કરીને કર્તવ્ય કર્મ કર્યા કરે. પિંડને સુધારે કર્યા વિના કેઈ વિશ્વને સુધારો કરી શકતા નથી. જે જે ઉન્નતિના માર્ગો ખુલ્લા કરી શકાય છે તે પ્રથમ સ્વાત્મામાં કરી શકાય છે પશ્ચાત્ સમાજને તેની અસર થાય છે. આત્મજ્ઞાની ગીતાર્થગુરૂઓ આત્માને અનુભવ સાક્ષાત્ કરીને આત્માની તથા મનની શક્તિને ખીલવે છે, તેથી તેઓ સ્વસંબંધી ભક્ત શિની ઉન્નતિ કરી શકે છે, માટે શ્રદ્ધાભક્તિથી આત્મજ્ઞાની ગુરૂઓનું અવલંબન કરવું જોઈએ. આત્મજ્ઞાની ગુરૂઓ વિશ્વવતિસર્વધર્મોમાં જે જે સત્ય રહેલું છે તેને પ્રકાશ કરી વિશ્વજનની ઉદારદષ્ટિ કરે છે અને મત કદાગ્રહથી રાગદ્વેષથી અનેક મનુ
ને મુક્ત કરી શકે છે. સચ્ચિદાનન્દ બ્રાભૂત થએલ આત્મજ્ઞાની ગુરૂઓના જ્ઞાનની વ્યા૫ક્તાને પાર આવે તેમ નથી. આત્મજ્ઞાની ગીતાર્થ ગુરૂઓની આજ્ઞા પ્રમાણે ભવ્યમનુએ શુભકાર્યો કરવા જોઈએ અને અશુભકર્મોને પરિહાર કર જોઈએ. શ્રીકેશીગણધરની પ્રાપ્તિ કરીને પરદેશી રાજાએ આત્મોન્નતિ કરવામાં ખામી રાખી નહતી. પરદેશી રાજા પૂર્વે નાસ્તિક હતું. પરંતુ આત્મજ્ઞાની ગીતાર્થ શ્રી કેશીકુમારના સદુપદેશથી આસ્તિક બન્યું અને તેથી તેના દેશવાસીઓની ધર્મ ઉપર શ્રદ્ધા વધી. આ ઉપરથી અવધવાનું કે આત્મજ્ઞાની ગીતાર્થગુરૂએ અન્ય મનુષ્ય પર કેટલે બધે ઉપકાર કરી શકે છે. આત્મજ્ઞાની ગીતાર્થ ગુરૂઓના ચરણ કમલમાં આળોટવાથી અહંતા મમતાને નાશ થાય છે અને હૃદયની શુદ્ધિ થતાં આત્મસાક્ષાત્કાર અને પ્રભુ સાક્ષાત્કારને માર્ગ ખુલ્લો થાય છે. જેઓ આત્મજ્ઞાની ગુરૂએથી સ્વહૃદયને ગુપ્ત રાખે છે તેઓ જે કરડે વર્ષ પર્યન્ત આત્મજ્ઞાની ગુરૂ પાસે રહે છે, તે પણ તેઓને ઉદ્ધાર થત નથી. મન વચન અને કાયાની સર્વ પ્રવૃત્તિ શ્રી ગુરૂને જણાવવી અને તેમની આજ્ઞાપૂર્વક પશ્ચાત્ પ્રવૃત્તિ કરવી કે જેથી આત્મોન્નતિના માર્ગો ખુલ્લા થઈ શકે. શ્રદ્ધાભક્તિથી શ્રી આત્મજ્ઞાની ગુરૂને સર્વ
For Private And Personal Use Only