________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫ પ્રવૃત્તિ, તથા વિશ્વજનના વાર્તાનિક આચારોને પરિપૂર્ણ અનુભવ કર્યાથી ગીતાર્થ દશા પ્રાપ્ત થાય છે. તે સર્વને અનુભવ સાક્ષાત્ કરનાર ગીતાર્થ થઈ શકે છે. વેદાન્તનાં સર્વ શાસ્ત્રો અનુભવ કર્યાથી તથા સર્વ વેદના વાચ્યાર્થને સાર ગ્રહણ કરવાથી તથા સર્વ ઉપનિષદેના રહસ્યને અનુભવ કરવાથી, સર્વ પુરાણેના રહસ્યને અનુભવ કરવાથી, સર્વ જૈનાગમે, પ્રકરણે, ગ્રન્થ વગેરેને સમ્યગૂ અનુભવ કરવાથી, બાઈબલ, કુરાન વગેરે જે જે ધર્મપુસ્તકે ગણાતાં હોય તેઓને અભ્યાસ કરવાથી અને અનુભવ કરવાથી સર્વ પ્રકારની પ્રગતિ અને અવનતિના હેતુઓને સમ્યમ્ અનુભવ કરવાથી, સર્વ પ્રકારના ધામિક તથા વ્યાવહારિક ઇતિહાસનું મનન કરવાથી, ગીતાર્થદશા અર્થાત્ જ્ઞાનીની દશા પ્રાપ્ત થાય છે. સર્વ પ્રકારનાં યેગશાસ્ત્ર, મંત્રશાસ્ત્રો, ઈતિહાસનું મનન કરવાથી ગીતાર્થ દશા અર્થાત્ જ્ઞાનીની દશા પ્રાપ્ત થાય છે. સર્વ પ્રકારનાં યેગશાસ્ત્ર, મંત્રશાસ્ત્ર યંત્રશાસ્ત્ર અને તત્રશાસ્ત્રને અનુભવ કરવાથી અને એ સર્વ શાસ્ત્રનું જ્ઞાન, આત્મામાંથી કેવી રીતે પ્રકટે છે તેને અનુભવ કરવાથી આત્મજ્ઞાનીની દશા પ્રાપ્ત થાય છે. ગણિતાનુગ, કથાનુયેગ, ચરણ કરણનુગ, અને દ્રવ્યાનુયેગને સમ્યમ્ અનુભવથી ગીતાર્થ દશા પ્રાપ્ત થાય છે. ગીતાર્થો અર્થાત્ જ્ઞાનીઓ આત્માની જ્ઞાનાદિ શક્તિને પ્રકાશ થાય એવા આશયને અનુસરીને શુભપ્રવૃત્તિને દર્શાવે છે. આત્મજ્ઞાની ગીતાર્થો સર્વ પ્રકારના ધામિકાચાને અને વિચારેને ઉદારષ્ટિથી પ્રકાશે છે. આત્મજ્ઞાની ગીતાર્થો સર્વ ધર્મોમાં રહેલા સત્ય વિચારને અને આચારને અભાવ કરતા નથી. આત્મજ્ઞાની ગીતાર્થે ધર્મનાં લઘુવર્તુલોની સાંકડી દૃષ્ટિમાં લોકેને એકાતે બંધાવવા માટે ઉપદેશ દેતા નથી. પરંતુ આત્માના અનત વર્તુલમાં સર્વ ધર્મના વિચારે અને સદાચારે સમાય એવી દૃષ્ટિથી ઉપદેશ આપે છે. ધર્મને પક્ષપાત રાખ્યા વિના સત્ય વિચારોને ગ્રહવાને વ્યાપકનૈતિકસિદ્ધાંત દર્શાવનાર આત્મજ્ઞાની ગીતાર્થો છે, અધ્યાત્મજ્ઞાનના ગીતાર્થની અનન્તવર્તુલસ્વરૂપ બ્રાષ્ટિમાં અન્ય સર્વ જ્ઞાનિની દૃષ્ટિને સમાવેશ થઈ જાય છે. આત્મજ્ઞાનિયાના અનન્ત સત્ય વિચારે અને અનેક સદાચારે છે તેથી તેઓ
૧૦૪
For Private And Personal Use Only