________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬
અમુક વિચાર અને આચારમાં ગોંધાઈ જતા નથી અને તેમજ અન્ય મનુષ્યને પણ અમુક વિચાર અને અમુક આચારમાં સાપેક્ષતા વિના ગેધાવાની પ્રવૃત્તિ કરાવતા નથી. રાગદ્વેષની વૃત્તિને ક્ષીણ કરીને આત્મજ્ઞાની ગીતાર્થે આત્માના સ્વરૂપને અનેકનયષ્ટિથી અવલેકે છે અને સર્વ ધર્મોમાંથી અનેકનયષ્ટિના ગે સત્યાંશને ગ્રહણ કરે છે. આત્મજ્ઞાની ગીતાની દ્રષ્ટિમાં સર્વ ધર્મોપર સમભાવ હેય છે તેથી તેઓ સર્વ ધર્મોનાં સત્ય રહસ્યોને અવધવા શક્તિમાન થાય છે. આત્મજ્ઞાનિ સર્વ જીને સ્વાત્મા સમાન ગણે છે અને તે બાબતને તેઓ સ્વપ્રવૃત્તિથી દર્શાવી શકે છે. આત્માને અનુભવ સાક્ષાત્કાર કરનારા આત્મજ્ઞાનીગીતાર્થોને સમાગમ થતાં ગ્રન્થ,
સ્ત્રોના વાચનને નૈણુ કરીને તેઓને સદુપદેશ શ્રવણ કરવા સદા લય દેવું જોઈએ. આત્મજ્ઞાની ગીતાર્થો આડંબર ઠાઠમાઠવાળા હોય એ નિયમ નથી. તેઓ સર્વ પ્રવૃત્તિમાં સ્વતંત્ર હોય છે તેથી તેઓની પ્રવૃત્તિ કળી શકાતી નથી તે પણ આત્મજ્ઞાની ગીતાને તેઓના વચન અને હૃદયથી પરીક્ષી શકાય છે. આત્મજ્ઞાની ગીતાર્થોથી સર્વ પ્રકારની માનસિક અશાંતિ ટળે છે, અને તેઓના સમાગમથી આત્મા તે સ્વયં પરમાત્મસ્વરૂપમય થઈ જાય છે, તેને સ્વાત્માને સાક્ષાત અનુભવ થાય છે, તેથી સ્વાત્માજ આત્મજ્ઞાની ગીતાર્થને નિર્ણય કરી શકે છે. આત્મજ્ઞાની ગીતાર્થમનુષ્ય ધર્મને પ્રવર્તાવવા શક્તિમાન થાય છે. તથા અન્ય મનુષ્યને ધમી બનાવવા શક્તિમાન થાય છે. ગીતાર્થમનુષ્ય વિશ્વમાં જે કંઈ શુભ કરવા શક્તિમાન થાય છે, તેવા અન્ય મનુષ્ય શક્તિમાન થતા નથી. ગીતાર્થમહાત્માઓની સેવાથી આત્માની શક્તિને વિકાસ થાય છે અને સર્વ દુર્ગુણને નાશ થાય છે. આત્મજ્ઞાની ગીતાર્થોના પ્રાકટયથી અજ્ઞાનીમનુષ્યને સમાજ સુધરે છે, તથા વિશ્વમાં સર્વત્ર શાંતિનું સ્થાપન કરવાને તેઓ શક્તિમાન થાય છે. આહ્મજ્ઞાની ગીતાર્થો વર્તમાનકાલમાં જે સુધારણાઓ કરવી હોય છે તે કરવાને શક્તિમાન થાય છે. આત્મજ્ઞાની શતગીતાથાની તત્ત્વજ્ઞાનમાં એકસરખી વાકયતા હોય છે અને આચારમાં દેશકાલાદિલેકેભેદતારતમ્ય હોય છે. આત્મજ્ઞાની ગીતા જ્ઞાન પ્રસંગે
For Private And Personal Use Only